Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગોંડલમાં વરસાદનો છાંટો પડ્યોને વિજળી ગુલ.! પ્રિ મોન્સૂનના નામે વિજ ધાંધીયા:અસહ્ય બફારામા લોકો ત્રસ્ત

વારંવાર વિજ પુરવઠો ખોરવાતો હોય વરસાદી માહોલના બફારામા લોકો બફાઇ રહ્યા છે

ગોંડલ : ગોંડલમા છેલ્લા એક સપ્તાહથી અસહ્ય બફારા મા લોકો બફાઇ રહ્યા છે બીજી બાજુ પ્રિ મોન્સૂનના નામે વિજ તંત્ર દ્વારા ગમે ત્યારે વિજળી ગુલ કરી દેવાતી હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆત થઈ છે પણ નોંધપાત્ર વરસાદ ના પડ્યો હોવા છતા માત્ર એક જાપટુ પડે ત્યા વિજળી ગુલ થઈ જતી હોય લોકોને પરેશાની ભોગવવી પડે છે.પ્રિ મોન્સૂન કામગીરી ખરેખર ચોમાસા પહેલા કરવાની હોય છે.પણ વિજ તંત્ર દ્વારા ચોમાસા વચ્ચે કામગીરી શરુ કરાઇ હોય વારંવાર વિજ પુરવઠો ખોરવાતો હોય વરસાદી માહોલના બફારામા લોકો બફાઇ રહ્યા છે

(12:13 am IST)