Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગોંડલમા અનરાધાર મેઘસવારી:ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રાજમાંર્ગો પર પાણી ફરી વળ્યાં

વરસાદના પગલે અસહ્ય બફારા વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ રાહત ની લાગણી અનુભવી

ગોંડલ: દિવસભરના ધાબડીયા વાતાવરણ  વચ્ચે સાંજે અનરાધાર વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.વરસાદના પગલે અસહ્ય બફારા વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ રાહત ની લાગણી અનુભવી હતી.

વરસાદ ના આકડા અંગે મામલતદાર કચેરીના ફલડ કંટ્રોલ રુમ પર ફોન કરતા સતત નો રિપ્લાય થયો હતો. મામલતદાર નકુમનો મોબાઇલ પણ નો રિપ્લાય  હોય તંત્ર દ્વારા ફલડ કંટ્રોલ રુમ કાયઁરત કરાયો છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે.સાથે તંત્ર ની ઢીલીનીતી પણ બહાર આવી છે

(12:10 am IST)