Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ગેસ લાઈન લીકેજ થતા અફરાતફરી સર્જાઈ

અડધા કલાક સુધી ગેસના ફુવારા ઉડતા જોવાયા:આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ

મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક આજે ગેસની લાઈન લીકેજ થઇ હતી અને અડધા કલાક સુધી ગેસના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા જેથી આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પુલનું કામ ચાલી રહ્યું છે જેના ખાડા ખોદવા દરમિયાન ગેસની લાઈન તૂટી ગઈ હતી જેથી અડધો કલાક સુધી ગેસના ફુવારા ઉડ્યા હતા જે બનાવની જાણ થતા તુરંત ગેસ કંપનીની ટીમે સ્થળ પર પહોંચીને રીપેરીંગ કર્યું હતું બનાવને પગલે કોઈ જાનહાની થવા પામી નથી
જેથી ગેસ કંપનીએ રાહતનો શ્વાસ લીધો હતો સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગેસ કંપનીની મંજુરી વિના જ ખોદકામ કરવામાં આવતું હોય ત્યારે ગેસ કંપનીની પાઈપલાઈન તૂટી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વિસ્તારમાં અડધો કલાક જેટલો સમય લોકોના જીવ પડીકે બંધાયા હતા

(10:52 pm IST)