Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજ્ય સરકાર શિક્ષણ આનુસંગિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે : અરવિંદભાઇ રૈયાણી

શાળા પ્રવેશોત્સવમાં ભૂલકાઓનો કલરવ ગૂંજી ઉઠયો : રાજ્યકક્ષાના મંત્રીની પ્રેરક ઉપસ્થિત્મિં મોટા કાજલીયાળા ગામે ૨૦ ભૂલકાઓનો ધો. ૧માં શાળા પ્રવેશોત્સવ : નાના ભૂલકાઓને સ્કૂલ બેગની સાથે શૈક્ષણિક કાર્ય માટેના પુસ્તક - સાધનો આપી શાળા પ્રવેશના વધામણા કરાયા

(વિનુ જાષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે જિલ્લાના ­ભારી અને પરિવહન રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ-૧માં  ૨૦ બાળકો અને આંગણવાડીમાં ૪ ભૂલકાઓને રંગેચંગે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આમ શાળા પ્રવેશોત્સવમાં નાના ભૂલકાઓનો કલરવથી ગૂંજી ઉઠ્યો હતો.

આ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવમાં  જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા,  પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સહિતના મહાનુભાવોઍ પણ ઉપસ્થિત રહી શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ડગ માંડી રહેલા નાના ભૂલકાઓને આવકાર્યા હતા.

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીઍ જણાવ્યું કેરાજયના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર શિક્ષણ આનુસંગિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા માટે ­તિબદ્ઘ છે. ત્યારે બાળકોના વાલીઓ પણ દિકરા-દિકરીને ઍક સમાન ગણીને અભ્યાસમાં આગળ વધારે તે આવશ્યક છે. તત્કાલિકન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીઍ કન્યા કેળવણી ઉપર ભાર મૂકીને બેટી બચાવોબેટી પઢાવો જેવા અભિયાનો અમલમાં મૂક્યા હતા. તેના સારા પરિણામો પણ આજે આપણને જાવા મળી રહ્ના છે. સમાજના દિકરા-દિકરીઓ શિક્ષિત હશે તોપગભર બનવાની સાથે રાષ્ટ્રને પણ મજબૂત બનાવી શકીશું. તેમ જણાવતા મંત્રીશ્રીઍ શાળાઍ ન આવતા બાળકોના વાલીની મુલાકાત લઈબાળકો શાળાઍ આવે તે માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.ઍસ. ઉપાધ્યાયે શાળા પ્રવેશોત્સવની વિભાવના સ્પષ્ટ કરીસમગ્ર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ.૫૮ કરોડ જેટલી માતબર રકમ રાજય સરકાર ફાળવી હોવાનુ ઉમેર્યું હતું.  

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળામાં જુદા-જુદા ધોરણમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તે ઉપરાંત મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શાળાના પરીસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ ­સંગે મોટા કાજલીયાળા ગામના આચાર્ય હિતેશભાઈ મણિયારે શાબ્દિક સ્વાગત અને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારિયા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લક્ષ્મીબેન મૈતર, ઉપપ્રમુખ મનોજભાઈ ઠુંમર,  સરપંચ સંજયભાઈ બોરીચા, જિલ્લા પંચાયતના સદસ્યો, શિક્ષકગણ, આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.

(1:51 pm IST)