Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજુલાના ડુંગર ગામમાં છૂટાછેડા આપીને બીજા નિકાહ કરી લેતા મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૫ :  રાજુલા તાલુકાના ડુંગર ગામના સીદીકભાઇ કાસમભાઇ હાલેપોટા ઉ.વ.૪૦ ના લગ્ન અગાઉ જુસબ ઇસ્માયલભાઇની સાળી સાથેઁ થયેલ હતા.જેને છુટા છેડા આપી બીજા નિકાહ કરી લેતા જુસબ ઇસ્માયલભાઇ, અશરફ ઇસ્માયલભાઇ, ઇસ્માયલ સુમારભાઇએ પાઇપ અને લાકડી વડે માર માર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે અશરફભાઇ ઇસ્માયલભાઇ હાલેપોટા ઉ.વ.૩૪ ને સીદીક કાસમભાઇ, સલુ ભીખુભાઇ, સમીર ભીખુભાઇ, મુકીમ અલારખભાઇએ લાકડી અને પથ્થર વડે માર મારી ફેકચર કરી મોટા ભાઇ જુસબભાઇને તેમજ પિતા ઇસ્માયલભાઇને લાકડી વડે માર મારી ફેકચર કરી ધમકી આપ્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

બગસરા તાલુકાના નવા જાંજરીયા ગામે ચંદુભાઇ નાનજીભાઇ મકવાણા ઉ.વ.૩૦ અને તેના ભત્રીજા ઘર પાછળ નિશાળના ઓટા પર બેસવા પ્રશ્ને સામાવાળા સાથે માથાકુટ થયેલ હોય જેથી પરેશ મેરામભાઇ, ભાવેશ મેરામભાઇ, મેરામ દેવાભાઇ મકવાણાએ ગાળો બોલી લાકડાન બટકા અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધરપકડ

નુરાભાઇ બ્લોચના ઘર નજીક રોડ ઉપર ઘાયલભાઇ ભીખુભાઇ કુબાવત ઉ.વ.૧૭ અને તેનો મિત્ર કોલેજની વાતો કરતા હતા ત્યારે બે અજાક્કયા શખ્સોએ તમો કોલેજમાં ન ચાલો તમારી હાઇટ નાની છે તેમ કહી પથ્થર અને ઢીકાપાટુ વડે માર માર્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધરપકડ

મીઠીવાવ પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા અજય પ્રવીણભાઇ બાંભણીયા, ભાવેશ કાળુભાઇ બારેૈયા સહિત ત્રણ શખ્સોને પો.કોન્સ.મયુરભાઇ પરમારે રોકડ રૂા.૧૨૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

ધમકી

સર્વોદય સોસાયટીમાં રહેતા મહિલા કાઉન્સીલર પારૂલબેન વાલજીભાઇ મહિડા ઉ.વ.૪૦ને અતુલ ઉર્ફે વીકી ભીમજીભાઇ ચાવડાએ મહિલા અને તેના પરીવાર સહિતને ધમકી આપ્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાપતા

મેમણ કોલોનીમાં રહેતા આસીફભાઇ ગફારભાઇ કચરા ઉ.વ.૩૪ ઘરેથી તા.૪/૫/૨૨ ના સવારે જુના યાર્ડમાં નમકીનની ગાડી ચલાવાનું જણાવી જતા રહેલ હોય જે આજદીન સુઘી મળી નહિં આવતા પત્ની રસીદાબેન આસીફભાઇ કચરાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છ

મારમાર્યો

બાબરા તાલુકાના પાનસડા ગામે રહેતી જયાબેન રમેશભાઇ સોંદરવા ઉ.વ.૩૫ ના પતી રમેશ મુળજીભાઇ સોંદરવા દારૂ પી ગાળો બોલતા હોય જેથી જુવાન દિકરીઓ હોવાથી ગાળો બોલવાની ના પાડતા પત્નીને લાકડી અને ચપ્પલ વડે માર મારી દિકરીઓને માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:51 pm IST)