Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબી પાસે કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રેકટરે બે મહિલાને કચડી : એકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબીમાં ટ્રેકટર ચાલકની બેદરકારીને પગલે એક મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. જયારે અન્ય એક મહિલા રાજકોટ સારવાર હેઠળ છે.

મોરબી તાલુકાના રવાપર ગામની સીમમા આવેલ એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ પ્લાયવુડના કારખાનાના લેબર કવાટરમા રહેતા ફરિયાદી દિપકભાઇ માંગીલાલભાઇ પારધીએ જણાવ્યું હતું કે,ઙ્ગતા.૨૪/૦૬/૨૦૨૨ સવારનાના આશરે સવા પાંચેક ઙ્ગવાગ્યાના અરસામા એકસપાર્ટ પાર્ટી બોર્ડ પ્લાયવુડના કારખાનામા આરોપી સંતોષભાઇએ પોતાના હવાલા વાળુ ચાઇના લોડર (ટ્રેકટર) જેના રજી.નં. આગળ પાછળ નથી તે પૂર ઝડપે ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે બેદકારીથી રીવર્સ ચલાવતા દિપકભાઇના પત્ની ભુરીબેન ઉ.વ ૨૨ તથા દિપકભાઇના માસીના દિકરા પપ્પુભાઇની પત્ની રાધીકાબેનને હડફેટે લઇ અકસ્માત સજર્યો હતો. જેમાં દિપકભાઇના માસીના દિકરાની પત્ની રાધીકાબેન શરીરે ઇજા કરતા રાજકોટ હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જયારે દિપકભાઇના પત્ની ભુરીબેન શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજયું છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:10 pm IST)