Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

બગસરામાં રેતી ચોરી કરતા બે શખ્સ ઝડપાયા

અમરેલીઃ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમં પેટ્રોલીંગ દરમ્યાન હાલરીયા ગામે નદીના પટ્ટમાંથી ત્રણ ટ્રેકટરોમાં રેતીની ચોરી કરતા (૧) જયસુખભાઇ નરશીભાઇ આસોદરા (ઉ.વ.ર૭) રહે. હાલરીયા કોળીવાડા (ર) વિજયભાઇ પ્રાગજીભાઇ ઉ.વ.૩૮ રહે. હાલરીયા, પરા વિસ્તારને પકડી ટ્રેકટર રજી નંબર જીએડબલ્યુ ૯રપ૭, ટ્રોલી રજી. નં. જીજે ૧૪*૫૯૩૭ કિ. રૂા. ર,૦૦,૦૦૦ તથા ટ્રેકટર રજી નંબર જીજે ૧૪ એમ ૦ર૦૧, ટ્રોલી રજી.નંબર વગરની કિ. રૂા. ર,પ૦,૦૦૦ તથા ટ્રેકટર રજી.નંબર જીજે ૧૧ એમ પ૪૪૬, ટ્રોલી રજી.નં. જીજે ૧૪ એક્ષ ર૮પ૧ કિ.રૂા. ર,૦૦,૦૦૦ તથા રેતી ૬ ટન કિ. રૂા. ૩૦૦૦ મળી કુલ રૂા. ૬,પ૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના હેઠળ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:44 pm IST)