Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જામનગરના મોટી માટલીમાં સ્‍વ.ડી.જે.ઠુંગા કન્‍યા છાત્રાલયનો શુભારંભ

પૂ. બાલારામ ભગત, રાઘવજીભાઇ પટેલ, પૂનમબેન માડમ સહિતનાની ઉપસ્‍થિતિ

રાજકોટ, તા. રપ :  જામનગર જીલ્લાના કાલાવડ (શીતલ) તાલુકાના મોટી માટલીમાં આજે શ્રી મોટી માટલી હાઇસ્‍કુલ (માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ સામાન્‍ય પ્રવાહ) બક્ષીપંચ કુમાર છાત્રાલય (મોટી પાનેલી) અને મોટી માટલી એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા આજથી સ્‍વ. ડી.જે. ઠુંગા સાહેબ કન્‍યા છાત્રાલયનો આજે સવારે પ્રારંભ કરાયો છે.

આ તકે બેટ દ્વારકાના શ્રી મુળવાનાથ મંદિરના પૂ. બાલારામ ભગત, રાઘવજીભાઇ પટેલ, પૂનમબેન માડમ, આર.સી. ફળદુ, રમેશભાઇ મુંગરા, મેરામણભાઇ ભાટુ, કે.કે. ભરવાડ, વી.બી. વકાતર, ગોરધનભાઇ ભરવાડ, કરણાભાઇ માલધારી, જાદવભાઇ રાતડિયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન શ્રી મોટી માટલી એજયુકેશન ટ્રસ્‍ટના સંચાલક વિજયભાઇ ડી. ઠુંગા, પ્રમુખ રઘુવીરભાઇ એચ. પાગડાના આગેવાનીમાં થયું હતું.

વધુ વિગત માટે મો. ૯૯૭૯૮ ૯૦૦૯ર, મો. ૮૭૮૦૬ પ૪૭૯૧, મો. ૯૧૦૬૮ ૩૮૮૩૪, મો. ૬૩પપ૬ ૪૯૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:37 pm IST)