Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કલ્‍યાણપુરના ગોરાણા ગામે વર્તુ નદીમાંથી રેતી ચોરીનું લાખો રૂપિયાનું ખનનઃ ૮ વાહનો કબ્‍જે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ :.. કલ્‍યાણપુર તાલુકાના ગોરાણા ગામની પંચકોરી સીમમાં આવેલ વર્તુ નદીમાંથી ગે. કા. રીતે રેતીનું જે. સી. બી. દ્વારા ખનન કરી ટ્રેકટરો મારફતે વહન કરી નદીની બહાર એક જગ્‍યાએ સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું જણાતા તાત્‍કાલીક ખાણ ખનીજનો સંપર્ક કરી ખાણ ખનીજ વિભાગના રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર અંકુર ભાદરકા નાઓ ટીમ સાથે આવી વર્તુ નદીમાંથી રેતી કાઢેલ તે જગ્‍યાએ તેમજ નદીના બહારના ભાગે રેતીનો સંગ્રહ કરેલ તે જગ્‍યાએ રોજકામ કરેલ જેથી આ ગે. કા. રેતી ચોરી અંગે ખાન ખનીજ વિભાગથી કાર્યવાહી કરાવી સંગ્રહ કરેલ રેતી એક સ્‍થળેથી આશરે ૬૦૦ મેટ્રીક ટન કિ. રૂા. ૧,૪૪,૦૦૦ નો તથા બીજા સ્‍થળેથી આશરે ૧૮૦ મેટ્રીક ટન કી. રૂા. ૪૩,ર૦૦ નો જથ્‍થો સીઝ કરાવેલ તેમજ બને જગ્‍યાએથી આઠ વાહનો કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ અને આ વર્તુ નદીની અંદરથી ભૂમાફીયા રામભાઇ નાગાજણભાઇ ગોરાણીયા તથા અરજણભાઇ લીલાભાઇ મોઢવાડીયા નાઓ તથા અન્‍ય દ્વારા આશરે લાખો રૂપિયાનું સરકારી ખનીજની ચોરી કરેલાનું જણાય આવેલ હોય અને આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દેવભૂમિ દ્વારકા નાઓથી કરવા તજવીજ હાથ ધરેલ છે.

આ કાર્યવાહીમાં એલ. સી. બી. પો. ઇ. જે. એમ. ચાવડાનાઓની સુચના મુજબ પો. સ. ઇ. એફ. બી. ગગનીયા, બી. એમ. દેવમુરારી, એસ. વી. ગળચર, એએસઆઇ દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, કેશુભાઇ ભાટીયા, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઇ કાંબરીયા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, નરસીભાઇ સોનગરા, એચ.સી. મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પીંડારીયા, અરજણભાઇ મારૂ, જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પી. સી. ગોવિંદભાઇ કરમુર, વિશ્વદીપસિંહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, સચીનભાઇ નકુમ, જોડાયા હતાં. 

(3:09 pm IST)