Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

માખીયાળામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 જુનાગઢઃ તાલુકાના માખીયાળા ગામની સીમમાં વાડી વિસ્‍તારમાં રમેશભાઇ મોહનભાઇ પાનસુરીયાની વાડીએ જાહેરમાં તીનપતી રોન પોલીસ જુગાર રમતા  રૂા.૧૩,૭૦૦ તથા મોબાઇલ ફોન-૦૩ કિ. રૂા.૬,૦૦૦ તથા મોટરસાયકલ નંગ-૪ કિ. રૂા.૮૦,૦૦૦ મળી કુલ રૂા. ૯૯,૭૦૦ નો મુદામાલ કબજે કરી  (૧) રમેશભાઇ મોહનભાઇ પાનસુરીયા ઉ.૪પ રહે .માખીયાળા પ્‍લોટ વિસ્‍તાર (ર) રાજેશભાઇ જાદવભાઇ ગજેરા ઉ.૪પ ધંધો ખેતી રહે માખીયાળા ગામ (૩) રમેશભાઇ દેવજીભાઇ ધડુક ઉ.પ૦ ધંધો મજુરી રહે. માખીયાળાના પ્‍લોટ વિતાર (૪) સંજયભાઇ પરસોતમભાઇ ગજેરા ઉ.૪૦ ધંધો ખેતી રહે. માખીયાળા ગામ (પ) અશ્વિનભાઇ લખમણભાઇ પાનસુરીયા પટેલ ઉ.૪૦ ધંધોખેતી રહે માખીયાળાને ઝડપી લીધા હતા અને (૧) ભુપતભાઇ કોળી રે.માખીયાળા (ર) વિપુલભાઇ પટેલ રહે. મજેવડી નાસી ગયા હત. આ સારી કામગીરી પો.સબ ઇન્‍સ. પી.વી.ધોકડીયા એ.એસ.આઇ. મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્‍સ. અજયભાઇ પારધી તથા રાહુલભાઇ જણકાર તથા પરેશભાઇ વરૂ  તથા દીપકભાઇ ચૌહાણ તથા ગોવિંદભાઇ પરમારએ કરેલ છેે.

(1:43 pm IST)