Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જૂનાગઢની મહિલાનું ઝેરી દવા ગટગટાવાથી મોત

લીકવીડ પીવાથી કેશોદના વૃધ્‍ધનું મૃત્‍યુ

( વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જૂનાગઢના પ્રવિણાબેન રમેશભાઇ ભલાણીનું ઝેરી દવા પીવાથી મોત થયાનું જાણવા મળેલ છે.

શહેરના ટીંબાવાડી વિસ્‍તારમાં રહેતા ૪૮ વર્ષીય પ્રવિણાબેનના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી.

વિશેષ તપાસ પી.એસ.આઇ આર.ડી.ડામોર ચલાવી રહ્યા છે.

કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં રહેતા ૬૩ વર્ષીય ચંદુલાલ લાલજીભાઇ ચુડાસમાએ માનસિક બિમારીથી કંટાળી જઇ પોતા કરવાનું લીકવીડ પી જઇને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. 

(1:29 pm IST)