Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિસાવદરના લાલપુરના બાળ રમતવીર અનસ મકરાણીએ સ્‍પોર્ટસમાં રાજયકક્ષાએ હીર ઝળકાવ્‍યુઃ સ્‍પોર્ટસ સ્‍કૂલમાં પ્રવેશઃ સમસ્‍ત ગામે સન્‍માન કર્યું

(યાસીન બ્‍લોચ દ્વારા), વિસાવદર, તા.૨૫ : વિસાવદર તાલુકાનાં નાનકડા એવા લાલપુર ગામનાં સરકારી પ્રાથમિક શાળાના ધો.૬ના વિદ્યાર્થી રઈશ અનસ મોલાદાદભાઈ મકરાણીએ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ મહાકુંભમાં શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને આખરે વડોદરા ખાતે રાજયકક્ષાએ હીર ઝળકાવતા આ બાળ રમતવીર વિદ્યાર્થીને સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની સ્‍પોર્ટસ સ્‍કૂલમાં પસંદગી કરવામાં આવતા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ પ્રસંગે લાલપુર પે-સેન્‍ટર શાળા દ્વારા સરપંચ-ગ્રામજનો,અધિકારીઓ,પદાધિકારિઓની ઉપસ્‍થિતિમાં બાળ રમતવીર વિદ્યાર્થી અનશ તથા તેમના માતા ફરજાનાબેન, પિતા મોલાદાદભાઈ નુરમહંમદભાઇ રઈશનુ વિશિષ્ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.આ વિદ્યાર્થીને રમત ગમત સિધ્‍ધિ ગૌરવ સન્‍માનથી નવાજવામાં આવ્‍યો હતો.

વિસાવદરના લાલપુર પે-સેન્‍ટર શાળામાં શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણી મહોત્‍સવ કાર્યક્રમમાં જુનાગઢ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાષા ભવનના વડા ડો. ઝાલાના વરદ હસ્‍તે ધોરણ ૧ ના ૨૧ બાળકને શૈક્ષણીક કીટ આપીને  પ્રવેશ અપાયો હતો. આંગણવાડીના ૧૮ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો હતો.ધોરણ ૩ થી ૮ના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.સૌથી વિશેષ સિધ્‍ધિ શાળાના ધો.૬ના વિદ્યાર્થી રઈસ અનસ મોલદાદભાઈએ ધોરણ ૭ માં જિલ્લા કક્ષાની સ્‍પોર્ટસ સ્‍કૂલમાં પસંદગી સાથે પ્રવેશ મેળવતા તેનું અને તેના માતા-પિતા-પરિવારનું શાળા દ્રારા સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. તેમજ school of excellence કાર્યક્રમમા શાળાની પસંદગી થતાં ભૌતિક સુવિધાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્‍યું હતુ.કાર્યક્રમમા સી.આર.સી.કો- ઓર્ડીનેટર ચંદ્રસિંહ ચુડાસમાં, માંથુકિયા ઉપસ્‍થિત રહ્યાહતા.ગ્રામજનો ,સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્‍યો, SMCના અધ્‍યક્ષ તથા સભ્‍યો અને બહેનો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા  શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

(1:24 pm IST)