Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિસાવદર હનુમાનપરા પ્રા.શાળા ખાતે કન્‍યા કેળવણી- શાળા પ્રવેશોત્‍સવની શાનદાર ઉજવણી

(યાસીન બ્‍લોચ દ્વારા), વિસાવદર, તા.૨૫: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ  ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જુનાગઢનાં માર્ગદર્શન હેઠળ હનુમાનપરા પ્રાથમિક શાળા વિસાવદર ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે રૂટનાનાં મુખ્‍ય અધિકારી વિસાવદર મામલતદાર કચેરીનાં નાયબ મામલતદાર બી.પી.કતકપરા રૂટના લાયઝન અધિકારી  ખુદાબક્ષભાઈ એ બલોચ, આંગણવાડી સુપર વાઈઝર  લીલાબેન વાઢેર, લાયન્‍સ કલબ વિસાવદરના સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ વિસાવદર નગરપાલિકા કોર્પોરેટર મંજુલાબેન પ્રવિણભાઇ પંડ્‍યા, શોભનાબેન અશોકભાઈ રૂદાતલા, શાળા એસ.એમ.સી.નાં હોદેદારો, આંગણવાડીનાં બહેનો, તેમજ વિદ્યાર્થીઓનાં વાલીઓની બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ વચ્‍ચે ભવ્‍યાતિભવ્‍ય માહોલમાં કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમ સંપન્ન થયેલ શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે હનુમાનપરા પ્રાથમિક શાળા વિસાવદરમાં ધોરણ પહેલાંમાં કુમાર- કન્‍યા મળી કુલ ૩૪ બાળકોને  કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોને વરદ હસ્‍તે સ્‍કૂલ બેગ સાથે ની શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રવેશ અપાયો સાથે આંગણવાડીનાં બાળકોને રમકડાં સહિતની શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રવેશ અપાયો ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં શાળા કક્ષાએ ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતિય તેમજ તળતીય ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત પુરસ્‍કારો અર્પણ કરવામાં આવેલ તેમજ ગત વર્ષ  દરમિયાન શાળામાં  હાજરીમાં અગ્રિમતા ધરાવતા વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્‍કાર આપવામાં આવેલ આ ઉપરાંત શાળા કક્ષાએ વિવિધ એકટિવિટી માં અગ્રેસર રહેતા બાળકો તેમજ કાર્યક્રમનું સુંદર મજાનું સંચાલન કરતાં બાળકો ને પુરસ્‍કાર અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ શાળાનાં ઉત્‍સાહી આચાર્ય આર.કે.મોવલીયાનાં માર્ગદર્શન અને આયોજન મુજબ શાળા પરિવારના સહયોગથી શૈક્ષણિક કિટ સહિતના વિવિધ પુરસ્‍કારો અર્પણ કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પોતપોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ ક્ષેત્રે સરકારની બાળકો માટેની વિવિધ શૈક્ષણિક યોજનાઓ,નૂતન અભિગમ સાથેનાં વિવિધ શૈક્ષણિક પ્રોજેક્‍ટો વિશેની માહિતી આપવામાં આવેલ તેમજ લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા શાળાનાં તમામ બાળકોને બિસ્‍કીટ પેકેટ વિતરણ કરવામાં આવેલ બાદમાં શાળાના કેમ્‍પસમાં મહાનુભાવોનાં વરદ હસ્‍તે વળક્ષારોપણ કરવામાં આવેલ તેમજ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ કિચન શેડ નું મહાનુભાવોનાં વરદ હસ્‍તે ખાત મુહુર્ત કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન શાળાના ઉત્‍સાહી શિક્ષક રજનીકાંત એન.સુવાગિયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કર્તા બાળકો ને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડેલ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર તેમજ એસ.એમ.સી પરિવારે જહેમત ઉઠાવી હતી.

(1:22 pm IST)