Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સુંદરીભાવની ગામે દીવાલ પડવાની દુર્ઘટનામાં ચાર- ચાર લાખની સહાય મંજૂર

હળવદ,તા.૨૫: હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે ગત તા.૧૨ જૂને સાંજના સમયે ભારે વરસાદે દેગામાં પરિવાર તહસ-નહસ કરી નાખ્‍યો હતો. જેમાં સુંદરીભવાની મંદિરથી કેનાલ જતા રોડ ઉપર આવેલી વાડીએ ભારે વરસાદને કારણે એક કાચી દીવાલ ઘસી પડતા વાઘજીભાઈ ગફલભાઈ દેગામાં, છેલાભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામાના દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી ઘટનાસ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા.

એક જ પરિવારના ત્રણ - ત્રણ વ્‍યક્‍તિ કાળનો કોળિયો બની જતા તેમના સંતાનો નોંધારા બન્‍યા હતા. એક તો આ પરિવાર સામાન્‍ય આર્થિક સ્‍થિતિ ધરાવતો હોય ઉપરથી આવી વિનાશક ઘટના બનતા આ પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્‍યું હતું.દુર્ઘટનાને પગલે અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને મળતકના પરિવારજનોને સાંત્‍વના આપી મળતકના મેડિકલ રિપોર્ટ, મળતકના પરિવારજનોના નિવેદનો, ઘરની આર્થિક સ્‍થિતિ સહિતની તમામ બાબતો અંગેનો સ્‍થાનિક તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ સરકારને રિપોર્ટ મોકલ્‍યો હતો. જેમાં આ પરિવાર સહાય મળવાપાત્ર હોવાથી સરકાર તરફથી જરૂરી સહાય આપવા દરખાસ્‍ત કરવામાં આવી હતી આથી સરકારે ત્રણેય મળતકના પરિવારને ૪-૪ લાખ મળીને કુલ રૂ.૧૨ લાખની સહાય મંજૂર કરી છે.

(12:45 pm IST)