Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગોંડલના આંબરડી ગામમાં શાળા પ્રવેશોત્‍સવ

રાજકોટઃ ગોંડલ તાલુકા ભાજપ ઉપાધ્‍યક્ષ અકબરીની ઉપસ્‍થિતિમાં આંબરડી ગામની શાળામાં પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ડી.આર.પરમાર સાહેબ, સાહેબ, એસ.કે.શ્‍યારા, સરપંચશ્રી ભાવેશભાઇ રાંક, સહકારી મંડળીના પ્રમુખ કેશવભાઇ રામોલીયા તેમજ ગ્રામપંચાયત સભ્‍યો તેમજ આગેવાનોનું સ્‍કુલના બાળકો દ્વારા પુસ્‍તક દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ હતું. આચાર્યશ્રી, શિક્ષકગણ, બાળકો, પદાધિકારીઓ, અધિકારીઓને હર્ષભેર આવકાર્યા હતા. સરકાર દ્વારા પ્રવેશોત્‍સવમાં તાલુકાશાળામાં ૧૬ બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા ખુટતી સુવિધાઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવેલ હતી

(12:42 pm IST)