Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ભાવનગરઃ ભત્રીજાની હત્‍યાના ગુનામાં કાકાને તળાજાની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ભાવનગરના દાઠા પોલીસ તાબાના આમળા ગામે પાણી ની લાઈન ફેરવવા ની સામાન્‍ય બોલાચાલી એ ઉગ્ર સ્‍વરૂપધારણ કરી કાકા એ સગા ભત્રીજા ની હત્‍યા નિપજાવવાના કેસમાં તળાજા કોર્ટ એ આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે.

તળાજા એડી.ડિસ્‍ટ્રીકટ સેશન કોર્ટ દ્વારા આજે ફરમાવેલ આજીવન કેદ અંગે સરકારી વકીલ કમલેશભાઈ કેસરી અને ફરિયાદી પક્ષના વકીલ વી.એસ.ડાભી એ આપેલ વિગત મુજબ દાઠા પોલીસ મથક નીચે આવતા આમળા ગામના ગીતાબેન ઓધાભાઈ મકવાણા એ પતિ ઓધાભાઈ પાચાભાઈ મકવાણા ની હત્‍યા બાલાભાઈ અરજણભાઈ મકવાણા એ નિપજાવ્‍યાની ફરિયાદ ગત.તા ૨૨/૭/૧૯ ના રોજ નિપજાવ્‍યાની નોંધાવેલ.

બનાવના કારણમાં પાણી ની લાઈન ખોદવા જેવી સામાન્‍ય બાબતે બન્‍યો હતો. આરોપી એ તલવાર ના આડાઉભાં ઘા ઝીકયા હતા.જે જીવલેણ સાબિત થયા હતા.

આ કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલતા મૌખિક ૧૭ અને દસ્‍તાવેજી ૨૯ પુરાવા ચકાસવામાં આવ્‍યા હતા.જેમાં સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.જેને લઈ કોર્ટના જજ જે.એમ.બ્રહ્મભટ્ટ એ જે ઇજાઓ થયેલ તે હત્‍યા નિપજવવા પૂરતી હોય જેને લઈ આજીવન કેદ સાથે પાંચ હજાર નો દંડ અને તે ન ભરેતો વધુછમાસ ની સજા ફટકારી હતી.

ઉલ્લેખનીય છેકે કલમ ૪૨૮ મુજબ જટલો સમય કાચા કામના કેદી તરીકે કાપ્‍યો છે તે મજરે કાપવાની થશે.સજા ને લઈ ગુન્‍હેગાર વર્ગમા ફફડાટ ફેલાયો હતો.

(12:35 pm IST)