Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

૧૨૫ બેઠકો જીતવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કોંગ્રેસનો સંકલ્‍પ

વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થનાઃ ધ્‍વજારોહણ

(દિપક કક્કડ -દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૫ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં ગઇ કાલે કોંગ્રેસની સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. આ તકે ગુજરાત પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણી, અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
આ તકે આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૨૫ બેઠકો જીતવાનો સંકલ્‍પ કરીને શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજવામાં આવેલ જેમાં તા.૨૩ના રોજ સાંજ ના ચારથી રાત્રિના બાર સુધી જીલ્લા વાઈજ ૫૪ ધારાસભ્‍ય બેઠકો યોજેલ.
સવારના કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અને દિલ્‍હીના આગેવાનો તેમજ સૌરાષ્ટ્રના કાર્યકરો દ્વારા મોટી સંખ્‍યામાં રેલી કાઢવામાં આવેલ જેમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને સોમનાથ દાદાનો જયધોસ સાથે સોમનાથ દાદાને ધ્‍વજારોહણ અભિષેક સહિત પુજા અર્ચના કરેલ.
સોમનાથ મહાદેવનાં દર્શને કરી અને બહાર નિકળતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ જણાવેલ કે અત્‍યારે લોકશાહીનુ હનન થઇ રહેલ છે અને પોતાના વિચારો સાથે સહમત ન થાય તેવો રહેવો ન જોઈએ આ રીતે દબાવવાની જે નિતી ઓ ચાલે છે તેની સામે લડવાની શક્‍તિ આપે તેવી દાદા ને પ્રાર્થના કરવામાં આવેલ છે અને સોમનાથ મહાદેવ નાં દર્શન કરી અને ચુંટણી નો શંખનાદ કરવામાં આવેલ છે
સોમનાથના દર્શન ધ્‍વજારોહણ બાદ બપોર ના દોઢ થી ચાર કલાકે સુધી ૫૪ વિધાનસભા મા સંગઠનના હોદ્દેદારો ને લેશન આપવામાં આવેલ અને આગામી દિવસોમાં ઝીરો ગ્રાઉન ઉપર મજબુત મેનેજમેન્‍ટ નુ આયોજન ચાલી રહેલ છે આદિવાસી વિસ્‍તારમાં દશ લાખ ઘરોમાં જવાનો કાર્યક્રમ ચાલી રહેલ છે અને તે માટે અમારા કાર્યકરોને સોમનાથ દાદા શક્‍તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ છે. પ્રભારી રધુ શર્માએ મોંઘવારી, બેરોજગારી,પેપરફુટવા, ભ્રષ્ટાચાર સહિતના મુદા ઓ પર ભાજપની ટીકા કરી હતી.
આ તકે રેલી અને મીટીંગમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત પ્રભારી રધુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, સૌરાષ્ટ્ર ઝોનના ઈનચાર્જ રામકીશ્વના ઓઝા, અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહિલ, હિરાભાઇ જોટવા, મહિલા અગ્રણીઓ સહિત સમગ્ર ગુજરાત અને દિલ્‍હી તેમજ સ્‍થાનિક આગેવાનો એ હાજરી આપી હતી.
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આજે સ્‍થાનિક ધારાસભ્‍ય વિમલભાઇ ચુડાસમા દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવેલ. આ પ્રસંગે ધ્‍વજાપુજા ડો.રઘુ  શર્માના હસ્‍તે કરવામાં આવેલ. પૂજામાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, વિમલ ચુડાસમા, અર્જુન મોઢવાડિયા, સિધ્‍ધાર્થ પટેલ સહિતના ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ તરફથી સૌ મહેમાનોનું સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યુ હતું .
ગીર સોમનાથ જીલ્લાની ચારેય સીટો આ વખતે પણ બહુમતીથી જીતીશુઃ વિમલ ચુડાસમા
વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૫ : શ્રી સોમનાથના ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે કે, ગિર સોમનાથ જીલ્લામાં ૨૦૧૭માં વિધાનસભાની ચારેય સીટો કોંગ્રેસના ધારાસભ્‍યોએ જીતી હતી.
તેવી જ રીતે આ વખતે પણ ચારેય બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બહુમતીથી જીતીશુ.
સૌરાષ્‍ટ્ર ઝોનની વધુમાં વધુ બેઠકો કોંગ્રેસ જીતે તે માટે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો કામે લાગી ગયા છે. તેમ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ જણાવ્‍યુ હતુ.

 

(12:19 pm IST)