Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગાંધીધામમાં લીફટમાં માથું દબાઈ જતાં ૯ વર્ષના બાળકનું મોત

(ભુજ) ગાંધીધામમાં ખાનગી બંગલામાં આવેલી લીફટ ઘરકામ કરતી મહિલાના ૯ વર્ષીય બાળકના મોતનું નિમિત્ત બની હતી. શહેરના સેકટર ન.૨ માં પ્‍લોટ ન. ૪૧ માં ઘરકામ કરતી પોતાની માતા સાથે ૯ વર્ષીય પુત્ર વિશાલ પ્રવીણ નાયી આવ્‍યો હતો.

માતા ઘરકામ કરી રહી હતી ત્‍યારે રમત રમતમાં બંગલામાં આવેલી લીફટમાં બાળક વિશાલ બેસી ગયો હતો તે દરમ્‍યાન અચાનક લીફટ ચાલુ થઈ જતાં તેનું માથું લીફટની જાળી અને છત વચ્‍ચે દબાઈ જતાં ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નિપજયું હતું.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ અકસ્‍માત મોતની વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)