Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જૂનાગઢના બિલખાના મહિલા ખેડૂતને અકસ્‍માત વીમાનો ચેક અર્પણ

(વીનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૨૫ :  માર્કેટિંગ યાર્ડ દ્વારા તાલુકા વિસ્‍તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્‍માત વીમા પોલીસી અંતર્ગત અકસ્‍માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે, જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતો નું અકસ્‍માતે મોત થવાના બનાવમાં એમને સહાય મળીરહે તેવા હેતુ સાથે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની મદદ કરી રહી છે.

જૂનાગઢ તાલુકાના બિલખા (ભલગામ)ના ખાતેદાર ખેડૂત સુમિતાબેન નાથાભાઈ લાલૈયાનું વિસાવદર ખાતે  અકસ્‍માતે મુત્‍યુ થતાં  તેમના મળત્‍યુની નોંધ અરજી સ્‍વરૂપે માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ અને ડિરેક્‍ટરોએ  અરજીની ખરાઇ કર્યા બાદ સહાય મંજૂર કરાવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ બિલખા(ભલગામ )ખાતે રૂબરૂ પહોંચી ખેડૂત અકસ્‍માત પોલીસી અંતર્ગત મળત્‍યુ પામેલ મહિલા ખેડૂત સુમિતાબેન નાથાભાઈ લાલૈયાના પરિવારજનોને અકસ્‍માત વીમા સહાય અંતર્ગત રૂ.૧.૫૦૦૦૦/- નો ચેક આપવામાં આવ્‍યો હતો. સેક્રેટરી દિવ્‍યેશભાઈ ગજેરાએ તમામ ફોર્માલીટી પૂરી કરી હતી. આ તકે બિલખા ગામના સરપંચ અનિલભાઈ સાબલપરા અને જીલ્લા પંચાયતના યુવા સદસ્‍ય અનકભાઈ ભોજક તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:17 am IST)