Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

૯ પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ બીએસએફનું સર્ચ ઓપરેશન, ૯ બોટમાં ૨૫ જેટલા માછીમારો હોવાની શંકા, હજુયે કોમ્બિંગ ઓપરેશન ચાલુ

કચ્છના હરામીનાળામાં પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપવા બીએસએફનું ફાયરિંગ : ૨ ઝડપાયા, બન્ને ઘાયલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :  કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફ દ્વારા ૯ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. જોકે, બોટની અંદર રહેલા પાકિસ્તાની માછીમાર શખ્સો નાસી છૂટયા હોઈ બીએસએફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તે દરમ્યાન બે પાક ઘૂસણખોરો ઝડપાયા હતા. જોકે, ભારતીય જવાનોને જોઈ બન્ને પાકિસ્તાનીઓ નાસી છૂટવાની તજવીજ માં હોઈ જવાનોએ ગોળી ચલાવી હતી. બોર્ડર પિલર ૧૧૪૨ પાસેથી બન્ને પાકિસ્તાનીઓ સદામ હુસેન ગુલામ મુસ્તફા અને અલીબક્ષ ખેરમહમદ ને ઝડપી પડાયા હતા. આ બન્નેને પગમાં ગોળી વાગી હોઈ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. જ્યાં બન્નેની પ્રાથમિક પૂછપરછ પણ હાથ ધરાઇ છે. જોકે, હજીયે ૨૫ જેટલા પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હોવાની શંકા હોઈ બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કોંબિંગ ઓપરેશન હાથ ધરાયું છે.

(9:34 am IST)