Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબી સિવિલ હોસ્પિટલના તબીબોની અચોક્કસ મુદતની હડતાલ શરૂ

તબીબોની હડતાલને પગલે જનરલ ઓપીડી, એનસીડી સેલ ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ : દર્દીઓ મુશ્કેલીમાં

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબોની આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ છે. તબીબોની હડતાલને પગલે જનરલ ઓપીડી, એનસીડી સેલ ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેને કારણે દર્દીઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે.
રાજ્યના ઇન સર્વિસ ડોકટરોએ થોડા દિવસ પહેલા પડતર પ્રશ્ને સરકારને અલટીમેટમ આપ્યું હતું અને પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાલની ચીમકી આપી હતી. તેમ છતાં સરકારે ઇન સર્વિસ ડોકટરોના પડતર પ્રશ્ને કોઈ નિર્ણય ન લેતા અંતે ઇન સર્વિસ ડોકટરોએ હળતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. અને આજથી ઇન સર્વિસ ડોકટરોએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી દીધી છે. આ હડતાલમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોકટરો જોડાયા છે. આથી સિવિલમાં ડોકટરોની હડતાળને પગલે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેથી દર્દીઓની લાઈનો લાગી છે અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને જો આ ઇન સર્વિસ ડોકટરોના હડતાલ પ્રશ્ને યોગ્ય નિર્ણય નહિ લેવાય તો દર્દીઓની વધુ કફોડી હાલત થશે.

(10:44 pm IST)