Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બગવદર પોલીસનો સપાટો : ફટાણા ગામમાંથી છ ઇસમોને જુગાર રમતા પકડી પાડ્યા : આરોપી વિરૂધ્‍ધ બગવદર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ

પોરબંદર : બગવદર પોલીસે આજે સપાટો બોલાગ્‍યો હતો. ફટાણા ગામમાંથી ઇસમોને જુગાર રમતા પકડી પાડયા હતા. વિગતે જોઇઅે તો DGP  ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૬/૦૬/ર૧ થી તા.૩૦/૦૬/ર૧ સુધી પ્રોહી/જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  , મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈની સાહેબ નાઓએ પોરબંદર જિલ્લામાં દારૂ/જુગાર પ્રવૃતિ કરનારા ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરતા   સ્મીત ગોહીલ નાયબ પોલીસ અધીક્ષક પોરબંદર ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર   એચ.સી.ગોહિલ ની સુચના મુજબ હેડ કોન્સ. અલ્પેશભાઇ રાઠોડ તથા સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ મનોજભાઇ સોલંકી ને બાતમીરાહે હકિકત મળેલકે ફટાણાના તળાવના પાળા ઉપર અમુક ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો જુગાર રમતા મળી આવેલ આરોપી (૧) વેજા ગીગા કડછા ઉવ. ૩૩ (ર) વિરમ અરજનભાઇ બથવાર ઉવ. ર૯ (૩) લાખા માલદેભાઇ બથવાર ઉવ. ૩૩ (૪) રામદે કેશુભાઇ ઓડેદરા ઉવ. રપ (પ) વિરમભાઇ ડોસાભાઇ પરમાર ઉવ. ૪૫ (૬) મુરૂભાઇ લાખાભાઇ મકવાણા

ઉવ. ૪ર રહે. તમામ ફટાણાગામ તા.જી. પોરબંદર વાળાઓ પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૬૧૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ રૂ. ૯૧૩૦/-ના મુદામાલ સાથે પકડી જુગારધારા નો ગુન્હો શોધી કાઢતા આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

આ સમગ્ર કામગીરી ઇ/ચા પો.સબ.ઇન્સ.   એચ.સી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ. અલ્પેશભાઇ રાઠોડ તથા પોલીસ કોન્સ. મનોજભાઇ સોલંકી તથા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહગોહિલ વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલ છે.

(9:52 pm IST)