Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટ મોરબી હાઈવે પર ફિગો કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર યુવતીનું મોત

હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારતા આશાસ્પદ યુવતીનું મોત

રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારતા આશાસ્પદ યુવતી ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. જ્યાં તેનું મોત નીપજયું હતું તો અન્ય યુવતીને ઈજા થઇ હતી જે બનાવ મામલે મૃતક યુવતીના પિતાએ કાર ચાલક સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામેં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ ભીમાણી (ઉ.૫૦) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી ચારુલબેન તથા તેમની સાથે કામ કરતા હીનાબેન એમ બંને હીનાબેનનું પ્લેઝર જીજે ૩૬ એમ ૩૭૪૦ ચલાવી જતા હોય અને ચારુલબેન પાછળ બેસી રોડ રોડ પર જતા હોય દરમિયાન હરબટીયાળી ગામ નજીક પુર પાટ ઝડપે આવતી ફીગો કાર જીજે ૩૬ બી ૪૧૭૭ ના ચાલકે પ્લેઝરને હડફેટે લેતા ફરિયાદી મનસુખભાઈના દીકરી ચારુલબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો હીનાબેનને પગમાં ફેકચર જેવી ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(8:39 pm IST)