Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભાવનગરનો વૃધ્ધાશ્રમ કોરોનાની બીજી લહેર સામે પણ સુરક્ષિત

સંસ્થાની કાળજી અને શેઠ બ્રધર્સ પરિવાર દ્વારા અપાતા કાઢા અને દવા કારગત નિવડયા

રાજકોટ : કોરોનાની બીજી લહેર ખુબ ભયંકર પુરવાર થઇ. ઘણા ઘરોમાં પરીવારના મોટાભાગના સભ્યો કોરોનાનો ભોગ બન્યા. ત્યારે આ બધા વચ્ચે ભાવનગરનું વૃધ્ધાશ્રમ કે જેમાં ૨૫૦ જેટલા વડીલો રહે છે તે તમામ વડીલોમાં એક પણ વડીલ કોરોના સંક્રમિત ન થયા તે ગૌરવની વાત છે. આ માટેનો શ્રેય સંસ્થા દ્વારા લેવાતી કાળજી અને શેઠ બ્રધર્સ દ્વારા અપાતા પ્રતિકાર કાઢા અને પ્રતિકાર ટેબ્લેટને આપી શકાય. ઉપરાંત તમામ વડીલોને નિયમિત વીટામીન-સી, વીટામીન-બી તથા ઝીંકની ટેબ્લેટ અપાતી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ સંચાલિત આ વૃધ્ધાશ્રમે ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. જેનું સંચાલન અને વ્યવસ્થા ટ્રસ્ટીઓ સુપેરે સંભાળી રહ્યા છે. દાતાઓનો સહયોગ પણ મળી રહ્યો છે. સામાજીક સંસ્થાઓ પણ સહયોગી બની રહેલ છે. રેડક્રોસ સંસ્થાની ભાવનગર શાખાના મંત્રી સુમિતભાઇ ઠકકરની સેવા અવિરત મળતી રહે છે. બન્ને આશ્રમોને સમયાંતરે સેનેટાઇઝર કરવા, વડીલોની આરોગ્ય તપાસ કરવી, માસ્ક વિતર, દવા વગેરે કાળજી લેવામાં આવી રહી છે. પરિણામ સ્વરૂપે અહીં એક પણ કોરોનાનો કેસ નહીં નોંધાયો હોવાનું ગૌરવ સંસ્થા લઇ રહી છે.

(3:10 pm IST)