Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વિસાવદર પંથકમાં ખેડૂતોની ખેતીની જમીનનો ઉપયોગ કરતી વીજકંપનીઓ મોબાઇલ કંપનીઓની જેમ જ ખેડૂતોને વળતર-ભાડુ ચૂકવે : ટીમ ગબ્બર

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : ટીમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે.એચ.ગજેરા (એડવોકેટ) તથા નયનભાઇ જોશી (એડવોકેટ વિસાવદર)દ્વારા રાજ્યપાલ શ્રી,ઉર્જા મંત્રીશ્રી,ચીફ ઇજનેરશ્રી,પી.જી.વી.સી.એલ,ચીફ ઇજનેરશ્રી જેટકો,

મુખ્ય મંત્રી, સચિવશ્રી વીજ કંપની,ગાંધીનગર,નાયબ મુખ્યમંત્રી મંત્રી,સાંસદ શકિતસિંહ ગોહેલ, દર્શનાબેન જસદોષ,પ્રભુભાઇવસાવા, વિરોધ પક્ષના નેતા, સી.આર.પાટીલ, તમામ જિલ્લા કલેકટરો,પ્રાંત અધિકારીઓતમામ તથા મામલતદાર વિસાવદર, પી.જી.વી.સી. એલ.ની કોર્પોરેટ બોડી વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,ગુજરાતના ખાતેદાર ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાં વીજકંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારના વળતર વગર કોઈપણ જાતની મંજૂરી વગર કે વળતર ચૂકવ્યા વગર થાંભલા ખેતરની વચ્ચોવચ ઉભા કરી જોખમી હેવી વિજલાઈનો તથા વીજ રેસા પસાર કરવામાં આવે છે અને આમ કરવાથી ખેડૂતોની ટૂંકી જમીનમાં થાંભલાનું જંગલ હોય તે સ્થિતિ ઉભી થાય છે અને આવા વીજ પોલ તથા ખુલ્લી લાઈનોના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.

કોઈપણ મોબાઈલ કંપની કોઈપણ જગ્યાએ તેમના ટાવર ઉભા કરે તો તે પહેલાં એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે અને ૨૦ વર્ષ કે ત્રીસ વર્ષનું ભાડું ચૂકવવા  ભાડા કરાર કરવામાં આવે છે અને  મોબાઈલ કંપની નફો કરે છે જયારે પી.જી.વી.સી.એલ. કે જેટકો કંપની ગુજરાતમાં ટાવર ઉભા કરી નફો મેળવે છે ત્યારે ખેડૂતોને અન્યાય શા માટે..? શુ ખેડૂતો ભારતના નાગરિક નથી બંધારણના આર્ટિકલ પ્રમાણે તેમને ન્યાય આપી શકાય નહીં?  જરૂર પડ્યે સરકારે આ બાબતે કાયદો પસાર કરી આમાં ફેરફાર ન કરી શકે? અને નફો કરતી વીજ કંપનીને વળતર ચૂકવવા આદેશ ન કરી શકે ? આ બાબતે જરૂર જણાયે વિધાનસભામાં કાયદો પણ લાવી શકાય અથવા તો કાયદામાં સુધારા વધારા કરી શકાય વટહુકમ પણ બહાર પાડી શકાય.આ બાબતે ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકાર વિચારણા કરી યોગ્ય ઉકેલ લાવે તેવી ટિમ ગબ્બરની માગણી છે. આ બાબતે અનેકવખત રજૂઆતો કરવામાં આવેલ છે આ બાબતે અમારી ટિમ ગબ્બરને ફરિયાદો મળેલ છે અમારી ટીમ ગબ્બર સમગ્ર ગુજરાતમાં લોકઉપયોગી જનસેવાના કાર્યો કરતી હોય જો આવું થતું હોય તો તે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય. ગુજરાતની વિવિધ કંપનીઓ તથા જેટકો દ્વારા હેવી વીજપોલ ઉભા કરી હેવી વીજ લાઈનો પસાર કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોવાની પણ અમોને રજૂઆત મળેલ છે. જેમાં ખેતરની વચ્ચે  આજુબાજુમાં ૨૪ફૂટ જેટલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે અંગે ખેડૂતો પાસેથી એગ્રીમેન્ટ પણ કરાવી લેવામાં આવે છે. પરંતુ આ અંગે યોગ્ય વળતર પણ ચુકવવામાં આવતું નથી વાસ્તવિક રીતે કંપની જેટલી જગ્યાનો ઉપયોગ કરે તેટલી જગ્યાનું ભાડું આપતી નથી કે વળતર પણ ચુકવવામાં આવતું નથી અન્ય કિસ્સામાં જમીન સંપાદન કરી સરકારની જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવે તો સરકારે ખરા અર્થમાં ખેડૂતોની મદદ કરી ગણાશે પરંતુ આવું થતું નથી અને સમગ્ર ગુજરાતના ધરતીપુત્રો વળતરથી વંચિત રહી જાય છે.તેથી જે જગ્યાએ વીજ પોલ ઉભા કરેલ હોય તેવા જમીન માલીક ની જમીન સંપાદન કર્યા વગર વળતર ચૂકવ્યા વગર આવી કામગીરી ન કરવા અને ખેડૂતોને તેની જમીનનો ઉપયોગ કરવા બદલ વીજ કંપની યોગ્ય વળતર ચૂકવે અને આ જગ્યાનું ભાડું ચૂકવે તેવો કાયદો પસાર કરવામાં આવે  અથવા તો સરકાર દ્વારા  તેવી જાહેરાત કરવામાં આવે  તેવી ખેડૂતોના હિતમાં  ટિમ ગબ્બરની રજુઆત છે. નાગરિક અધિકારપત્રઁ અન્વયેત્વરીત કાર્યવાહી કરવા ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું છે.

(1:35 pm IST)