Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામનગર યૌન શોષણ કેસ : વધુ કેટલાક નામો ખુલવાની સંભાવના

ચાર દિવસના રિમાન્ડ ઉપર રહેલા આરોપી લોમેશ પ્રજાપતિ અને અલી અસગર નાયકની પુછપરછ : જુદી-જુદી દિશામાં તપાસ

જામનગર : તસ્વીરમાં બન્ને શખ્સો પોલીસ બંદોબસ્ત સાથે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૫: જામનગરના બહુચર્ચિત જી.જી.હોસ્પિટલના યૌન શોષણ કાંડના આરોપી લોમેશ પ્રજાપતિ અને અલી અસગર નાયકને કોર્ટમાં રજુ કરાયા હતા. જયાં બન્નેના ૪ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં યૌન શોષણના આક્ષેપ બાદ છેલ્લા કેટલાય દિવસથી આ મુદ્દો ગરમાયો હતો. તપાસ સમિતિની રચના કર્યા બાદ ભોગ બનનાર અને સાંયોગિક લોકોના તપાસ કમિટીએ નિવેદનો નોંધ્યા બાદ બીજા દિવસે ન્યાયની માગણી સાથે એટેનડેન્ટ દ્વારા મેડિકલ કેમ્પસમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન ત્યાં અમદાવાદ થી મહિલા સંગઠનોના પ્રતિનિધિઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મુદ્દે વાતચીત પણ કરી હતી. બાદમાં એક અઠવાડિયા પછી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જયાં ચાર દિવસના રિમાન્ડ ઉપર મોકલવાનો જામનગરની કોર્ટે હુકમ કર્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં મહિલા એટેનડેન્ટના યૌન શોષણ અંગેના આક્ષેપો બાદ સમગ્ર મામલાને લઈને સમગ્ર ગુજરાતમાં દ્યેરા પડદ્યા પડ્યા હતા અને મુખ્યમંત્રીએ આ અંગે તપાસ માટે સીધો જ કલેકટરને ફોન કરી આ મુદ્દે ત્રટસ્થ તપાસ કરી કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા જ સમગ્ર તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. અને SDMની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અને આ સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં બીજા દિવસે અનેક લોકોના મોડી રાત સુધી નિવેદનો નોંધવામાં આવ્યા બાદ સતત અઠવાડિયા સુધી આ મુદ્દાને લઈને ભારે ગરમાવો રહ્યો હતો. અને મેડિકલ કેમ્પસમાં ભોગ બનનાર મહિલા અને આ સમગ્ર ઘટનાક્રમમાં નિવેદન આપવા માંગતા હોય તેવા લોકોને અંતિમ તક આપી બોલાવવામાં આવી નિવેદનો પણ લેવાયા હતા.

જામનગરમાં બહુ ચર્ચિત યૌન શોષણ મામલાની વાતની શરૂઆત ૧૪ જૂન, ૨૦૨૧ના રોજ કલેકટર કચેરી ખાતે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના હંગામી કર્મચારીઓ અચાનક જ છૂટા કરી દેતા પગાર અને અન્ય બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન જ મીડિયા સમક્ષ ઉપસ્થિત મહિલા કર્મચારીઓએ હોસ્પિટલના હંગામી કર્મચારીઓને કામે રાખતા કેટલાક લોકો સામે યોન શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર દ્યટના પ્રકાશમાં આવતાં જ રાજયના મુખ્યમંત્રીએ તાત્કાલિક આ સમગ્ર મુદ્દે તપાસ માટે આદેશો કર્યા હતા આ દરમિયાન જ ખૂબ જ ગંભીર આક્ષેપો ને લઈને રાજયના ગૃહમંત્રી અનેક આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક કસૂરવારો સામે પગલાં લેવા તમામ ડિપાર્ટમેન્ટને સૂચના આપી દેવામાં આવી હતી.

જી.જી.હોસ્પિટલમાં કથિત યોન શોષણ મુદ્દે તપાસ માટેના આદેશો મળતા જ જિલ્લા કલેકટરે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી આ મુદ્દે તપાસ કમિટીની રચના કરી હતી જેમાં એસડીએમ આસ્થા ડાંગર, જામનગરના એ.એસ.પી નિતેષ પાંડેય અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલની તપાસ કમિટી ને આ સમગ્ર મુદ્દે તમામ સત્ત્।ાઓ સાથે તપાસ સોંપવામાં આવી હતી. અને કસૂરવારો સામે એફ.આઈ.આર. સહિતની કાર્યવાહી માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર મુદ્દે જીજી હોસ્પિટલ થી શરૂ થયેલ યોન શોષણનો મુદ્દો ૧૬ જૂનના બુધવારે દિવસ દરમિયાન ચર્ચાના ચકડોળે રહ્યો હતો અને મુદ્દો હોસ્પિટલ કમ્પાઉન્ડ થી ડેન્ટલ કેમ્પસ સુધી પહોંચ્યો હતો જયાં અલગ અલગ જગ્યાએ મહિલા કર્મચારીઓ અને તેમની સામે આક્ષેપ કરાયા છે તે લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ નિવેદનો નોંધાયા બાદ મોડી રાત્રે સમગ્ર મુદ્દે તપાસ કમિટીના એસડીએમ આસ્થા ડાંગરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ખાસ વિડિયો રેકોર્ડિંગ સાથે ગુપ્ત રાહે તમામ નિવેદનો લેવાયા છે અને આ અંગેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે તેવું તેમને જણાવી તપાસ કમિટી તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

જામનગરની જી.જી હોસપીટલ ના કોવિડ વિભાગમાં મહિલા કર્મચારીઓના યોન શોષણ મામલે રાજકીય અને સામાજિક આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને કેટલાક હંગામી કર્મચારીઓ સાથે આ સમગ્ર મુદ્દે દ્યટસ્ફોટ પણ કર્યા હતા. અને હોસ્પિટલના હંગામી કર્મચારીઓના મેનેજમેન્ટ કરતા એચ આર મેનેજર અને કેટલાક સુપરવાઈઝર દ્વારા ૬૦ થી ૭૦ જેટલી યુવતીઓના શોષણ થતા હોવાના દાવા સાથે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અગ્રણીઓ દ્વારા તપાસમાં બોલાવાયેલ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદનો દરમિયાન સમગ્ર પ્રકરણને દબાવવા માં આવી રહ્યું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને નિવેદન બાદ યુવતીએ પણ ઉલટ તપાસ માં પ્રકરણ દબાવી ને રફેદફે કરવાના પ્રયત્નો થતા હોય તેવા આક્ષેપ પણ કર્યા હતા.

જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી અને કાર્યકાળ દરમિયાન યૌન શોષણ ની સમગ્ર કથિત ઘટનાને લઇને વાતાવરણ પણ ગરમાયુ છે અને રાજકીય અને સામાજિક લોકો પણ આ સમગ્ર ઘટનાક્રમને લઈને યુવતીઓને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા છે. અને બીજી તરફ ડીન ઓફિસમાં નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. બાદમાં સમગ્ર દ્યટનાને લઇને હવે મહિલા ન્યાય મંચ પણ એસપી ઓફિસે પહોંચી તાત્કાલિક એફ.આઇ.આર નોંધવા આગ્રહ કર્યો હતો. અને બીજા દિવસે જામનગરમાં મહિલાઓ સાથે ધરણા પ્રદર્શન પણ કરાયું હતું. ત્યારબાદ મોડી સાંજે આ અંગે ગુનો નોંધાયો હતો અને બે લોકોની ગુનો નોંધાતા જ પોલીસે અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરી ગઈકાલે જામનગરની સેસન્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જયાં જામનગરની સેસન્સ કોર્ટમાં વકીલોની દલીલ અને ગંભીરતાને ધ્યાને લઇને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં આવનારા દિવસોમાં વધુ કેટલાક નામ ખૂલે તેવી શકયતા સેવાઇ રહી છે અને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

(12:55 pm IST)