Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સાવરકુંડલા : રાજુલાના અંબરીશભાઇ ડેરના આંદોલનને ભરતસિંહ સોલંકીનો ટેકો

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા, તા.૨૫: લોકોના હિત માટે રેલવે તંત્ર સામે ઉપવાસ આંદોલન કરતા ધારાસભ્ય અમરીશભાઈ ડેરની સત્ય ખાતરની લડત ને સંપૂર્ણ ટેકો આપતા કેન્દ્રના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરત ભાઈ સોલંકી એ જણાવેલ હતું.

આ અંગે શ્રી ભરતભાઈ સોલંકીએ વધુમાં જણાવેલ હતું કે રાજુલા જાફરાબાદ વિસ્તારના યુવાન અને ઉત્સાહી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર એ રેલવે વિભાગ સામે જે આંદોલન શરૂ કરીયા છે તે આંદોલન જનતાના હિત માટે છે રેલવેની સાવ પડતર જમીનની માંગણી કરી છે તે જમીન રેલવે તંત્ર નગર પાલિકા ફાળવે તો તે જમીન સિનિયર સીટીઝન પાર્ક અથવા બીજા કોઇ સારા કાર્યમાટે અને ખાસ કરીને રાજુલાની જનતાના હિતાર્થ માંગણી કરી છે અને ઉપવાસ આદોલન અને ધારણા છેલ્લા ૧૬થી વધુ સમયથી કરવામાં આવેલ છે.

આ અંગે શ્રી સોલંકીએ જણાવેલ હતું કે રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરની જનતા લક્ષી કામગીરી ભાજપ વાળાઓને આંખમાં કણાની માફક ખૂંચતી હોવાથી ભાજપ વાળાના રાજકીય ઇશારાથી રેલવેની પડતર જમીન ફળવામાં આવતી નથી તે ખરેખર ભાજપ વાળા જનતાના વિકાસમાં મોટો અવરોધ ઉભો કરે છે. તે જનતા સારી રીતે જાણે છે જનતા હિતાર્થ આંદોલન અને અનશન ઉતરેલા કાર્યશીલ ધારાસભ્ય અમરીશભાઈ ડેરની કામગીરીથી સમગ્ર ગુજરાતની જનતામાં વાહ વાહ થવા લાગીછે સાથો સાથ જનતા હિત ના કર્યો માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રના પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ સોલંકી સંપૂર્ણ ટેકો જાહેર કરેલ હતો.

(12:54 pm IST)