Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

આશ્ચર્યમ... કર્ણાટકની તુંગા નદી કિનારે આવેલ મત્તરૂ ગામના બધા લોકો સંસ્કૃતમાં જ બોલે છે

આપણે પણ દરરોજ એક નવો સંસ્કૃત શબ્દ જાણીએ અને બીજાને જણાવીએ તો આપણા ગામને સંસ્કૃત ગામ થતા કોઇ નહીં રોકી શકે મહર્ષિ ગૌતમ દવે

રાજકોટ, તા. રપ :

સદાશિવસમારમ્ભાં શંકંરાચાર્યમધ્યમામ ા

અસ્દાચાર્યપર્યન્તાબ વન્દે ગુરૂપરમ્પરામ ાા

આપણે બધાય  જાણીએ છીએ કે સંસ્કૃત-ભાષૉ એ આદિકાળથી બોલાતી વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે. જે સરલ, મધુર અને કર્ણપ્રિય છે. જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણે વેદ-શાસ્ત્ર તથા ઇતિહાસમાં જોયું છે. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્યજી શિષ્યો સહિત ભારત વિજય યાત્રા કરી રહ્યા હતા. તે સમયના પ્રકાન્ડ વિદ્વાન કુમારિલ ભટ્ટજી ના શિષ્ય એવા મંડન મિશ્રજી મીમાંસા શાસ્ત્રના પરમ મર્મજ્ઞ હતા. જેવો આજના દરભંગા નગરમાં વર્ષો પહેલા સપરિવાર વસતા હતા. તેમના સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તેમના ગામે પહોંચ્યા. ત્યારે તેમના શિષ્યવૃન્દમાથી એક શિષ્ય દ્વારા ગામની એક સાધારણ કન્યાને પૂછવામાં આવ્યું  કે મંડન મિશ્રજી નું ઘર ક્યાં છે ?

ત્યારે તે કન્યા સંસ્કૃત ભાષામાં ઉત્તર આપે છે કે ''સ્વતઃ પ્રમાણં પરતઃ પ્રમાણં... જાનીહિ તન્મન્ડનમિશ્રધામ'' અર્થાત્ જે ઘરનાં આંગણામાં પોપટ અને મેના વચ્ચે આવો સંસ્કૃત સંવાદ ચાલતો હશે. તો તે જ મંડન મિશ્રજી નું ઘર હશે. આ પ્રત્યક્ષ ઘટના છે. કાલ્પનિક નથી. જેનું વર્ણન આપણે સુપ્રસિદ્ધ એવા ૅશંકરદિગ્વિજયૅ નામના ગ્રંથમાં જોઈ શકીએ છીએ.

આ ઘટનાથી આપણે સૌ એ વાત સ્વીકારી શકીએ કે એક સમયે સંપૂર્ણ ભારતવર્ષમા સંસ્કૃત જ બોલાતું હતુ. અને એજ જનભાષાનુ માધ્યમ રહ્યું હશે. આજ  ના સમયમા કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લાનું માત્ર એક જ ૅમત્તૂરુૅ સંસ્કૃત ગામ છે. જે ગામ તુંગા નદીના કિનારે વસેલું છે. આશરે આ ગામની વસ્તી ૨૦૮૭ છે. જે ગામમાં દરેક જાતિના વ્યકિતઓ વસે છે. જ્યાં બાળકથી આરંભીને ઘરના વડીલ સુધીના તમામ સભ્યો સંસ્કૃતમા બોલે છે. જોકે તેઓની રાજભાષા કન્નડ હોવા છતાં પણ વાગ વ્યવહાર તો સંસ્કૃતમા કરવામાં આવે છે. આટલું જ નહીં આ ગામના ઘણા ખરા સભ્યો શહેરમાં ડોકટર, એન્જિનિયર તથા પ્રોફેસરના પદ પર પોતાની સેવા આપી રહ્યા છે. જે ગૌરવની વાત છે. પણ આજ કાલ તો ફકત મોટા મોટા મંચોથી ભાષણના સમયે મત્તૂરુ ગામનું ઉદાહરણ દેવામાં આવે છે પણ એનાથી સંસ્કૃત જનભાષા નહીં બને તે માટે આપણે સ્વયં એક એક ઘરની જવાબદારી લેવી પડશે જેની જવાબદારી મે સ્વયં લીધી છે. તેના આધારે આપને સૂચિત કરુ છું. આપણે આપણા ગામને સંસ્કૃત ગામ કરવા  માટે ક્યારેય યોગ્ય પ્રયાસો કર્યા ? નહીં બસ પદ મળતાં જ ''કૃતસ્ય પ્રતિકર્તવ્યમ અષ ધર્મઃ સનાતનઃ'' આવી શાસ્ત્ર આજ્ઞાને ભૂલીને અર્થોપાર્જનમા લાગી ગયા છીએ.

આવા મત્તૂરુ જેવા આદર્શ ગામથી દરેક ભારતીય નાગરિકોએ અવશ્ય પ્રેરણા લેવી જોઈએ. શાસ્ત્રમા કહ્યું છે કે ''ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતબ સંસ્કૃતિસ્તથા'' અર્થાત્ ભારતની માન-પ્રતિષ્ઠા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિથી  જળવાઈ રહેશે. એ માટે ભારતની માન-પ્રતિષ્ઠાનુ રક્ષણ કરવું એ ફકત સંસ્કૃત અધ્યાપકનુ જ ઉત્તર દાયિત્વ નથી. દરેક નાગરિકનુ પહેલું કર્તવ્ય છે. અને સંસ્કૃત અતિ સરળ છે. જેવી રીતે આપણા ઘરે કોઈ અતિથિ પધારે ત્યારે આપણે તેમના સ્વાગત માટે બોલીશું. આવો! બેસો! પીવો પાણી! વાત સંભાળાવો કાઈક નવી! એ જ વાક્યો ને આપણે સરલ સંસ્કૃતમા બોલવા માટે સક્ષમ છીએ. ઉદા. સ્વાગતમ આગચ્છતુ ! ઉપવિશતુ! જલં પિબતુ ! કા વાર્તા? વધતુ! એટલું સરળ છે તો પછી આજ થી જ સંકલ્પ કરીએ કે યથા મતિ અનુસાર સંસ્કૃત ભાષાને વાગ વ્યવહારમા લાવીશું. અને દરરોજ એક નવો સંસ્કૃત શબ્દ જાણીશું અને બીજાને જણાવીશું. જો કે જીજ્ઞાસુઓ તો પોતાના કાર્યના આરંભથી અંત સુધી લાગ્યા રહે છે. આટલું કરીશું તો એક સમયે આપણા ગામને સંસ્કૃત ગામ થતા કોઈ રોકી નહીં શકે.

આચાર્યાઃ શંકરાચાર્યાઃ સન્તુ મે જન્મ જન્મનિ ા

- શ્રી મહર્ષિગૌતમ દવે

સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાચ્ય ઋષિકુમાર

હાલમાં-બાબરા

મો.૯૪ર૭૪ ૭ર૬૩,૯૩૧૩૭ ૭૮૩૧૦

(12:53 pm IST)