Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સાવરકુંડલા મામલતદારની ઉમદા કામગીરી વિચરતી વિમુકત જાતિના લોકોને સહાય આપવા મામલતદાર કચેરી ખાતે બેન્ક એકાઉન્ટ ખોલાયા

સાવરકુંડલાઃ તોકતે વાવાઝોડાં દરમિયાન ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સાવરકુંડલા છેવાડા વિસ્તારમાં રહેતા વિચરતી વિમુકત જાતિના લોકો તેમજ દેવીપૂજક સહિતના લોકોને પોતાના ઝૂંપડા મકાન ને ભારે નુકશાન પહોંચ્યું હતું સરકાર શ્રી દ્વારા તેમની સરવે કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા કેશડોલ નું ચુકવણું કરવામાં આવ્યું હતું આ લોકોના મકાન ઝૂંપડા ની સહાય માટે સાવરકુંડલા શહેરના સો જેટલા પરિવારોને મકાન ની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલી છે પરંતુ આ લોકો પાસે બેન્ક એકાઉન્ટ નો હોવાને કારણે આવેલી સહાય તેમના સુધી પહોંચી નથી ત્યારે સાવરકુંડલાના મામલતદાર શ્રી દેસાઈ દ્વારા આ તમામ લોકોના ઝીરો બેલન્સ થી એસ.બી.આઇ.બેન્ક ના મેનેજરના સહિયારા સહકાર થી આ લોકોના બેન્ક એકાઉન્ટ મામલતદાર કચેરી ખાતે ખોલવાની કામગીરી હાથ ધરાઈ હતી તમામ ના એકાઉન્ટ ખુલી જાય પછી તેમની મળવાપાત્ર સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે.(તસ્વીર-અહેવાલઃ દિપક પાંધી, ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(12:53 pm IST)