Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા સહાયની ચુકવણી કરવા રજૂઆત

વઢવાણ : સુરેન્દ્રનગર વઢવાણ શહેર કોંંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં મેદ્યાણી બાગ સ્વિમિંગ બાથમાં જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલત મા છે કોઈ પ્રકાર ની સાફસફાઈ થયેલ ન હોવાથી તેમાં પાણી ગંદુ અને કીચડ થઈ ગયેલ તેમાં રવિવારે બપોરે ત્રણ બાળકો સ્નાન કરવા ગયેલ આ બાબત ગંભીર કહેવાય કેમકે જે સ્વિમિંગ બે વર્ષથી નગરપાલિકા એ બંધ કરેલ છે ત્યાં ફરજ ઉપર કોન્ટ્રાકટ બેજ મા એક ચોકીદાર ની નોકરી ચાલુ હતી પરંતુ ગેરહાજરી હતી એક કોચ પણ તેઓની નોકરી ચાલુ છે તેમ છતાંય આવી દુર્ઘટના બનેલ છે ત્યારે તમામ જવાબદારી સંપૂર્ણપણે નગરપાલિકા ની ગણી શકાય એક ગરીબ પરિવારના સહાય રૃં.૫૦૦૦૦૦ સુધી ચુકવવી જોઈએ અને જે તે કર્મચારીઓને બીન જવાબદારી ને સજા ને પાત્ર છે આ બાબતે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ના ચિફ ઓફીસરને આવેદનપત્ર પાઠવામાં આવેલ. જેમા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજ સિંહ તથા તમામ હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.

(11:57 am IST)