Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કાલે જોડિયાધામની રામવાડીમાં પૂ.ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિત્તે ભંડારો

સુંદરકાંડના પાઠ, મહાઆરતી, પૂજન અર્ચન, પુષ્પોથી મંદિરની સજાવટ કરાશે

વાંકાનેર, તા.૨૫: જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' ની તપોભૂમિમાં શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ વર્ષે મુજબ આ વરસે પણ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા સરકારની ગાઈડ લાઈન અનુસાર સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૫ મી ) પુણ્યતિથિ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે, સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે તા.૨૬ને શનિવારે  પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ, અર્ચદાસ, તેમજ બપોરે ૧૨ કલાકે ઢોલ, નગારા અને શંખ્ખો દ્વારાથી પૂજય બાબાજીની 'મહા આરતી ' કરવામાં આવશે ત્યારબાદ બપોરે બાર કલાકે 'પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનો દિવ્ય ભવ્ય ભંડારો '( મહા પ્રસાદ ) રાખેલ છે પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિના પાવન પુણ્યશાળી અવસરે પૂજય બાબાજીના મંદિરને પુષ્પોહારથી સજાવટ કરવામાં આવશે તેમજ રામવાડીમાં બિરાજમાન શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ શનિવારે સંગીતમય  'સુંદરકાંડ'ના પાઠ ભકતજનો કરશે જેમાં શ્રી અલ્કેશભાઈ સોની તેમજ ભાવિકો પાઠ નું ગાન કરશે પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે પૂજય બાબાજીના ભંડારાનો (મહા પ્રસાદ) લેવા સર્વે ભાવિક ભકતજનોને પધારવા સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના 'સેવક સમુદાય'  દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જ સેવક સમુદાયની યાદીમાં જણાવ્યું છે.

(11:54 am IST)