Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પોરબંદરના કાટવાણામાં જુગાર રમતા ૪ શખ્સો ૫૯૦૦ની રોકડ સાથે ઝડપાયાં

પોરબંદર, તા.૨૫: નજીકના કાટવાણામાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૫૯૪૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડયાં હતા. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ પ્રોહી/જુગારના વધુમાં વધુ કેસો કરવા સુચના કરતા નાયબ પોલીસ અધીક્ષકશ્રી એસ.એમ.ગોહીલ પોરબંદર ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.સી.ગોહિલ  સુચના મુજબ એએસઆઇ બી.કે.ઝાલા તથા સ્ટાફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ ચંન્દ્રેશકુમાર હાજાભાઇ તથા સતિષકુમાર જોધાભાઇને બાતમીરાહે હકિકત મળેલ કે કાટવાણા ગામે શંકર મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો જુગાર રમતા વેજાભાઇ સવદાસભાઇ મોઢવાડીયા ધંધો.ખેતીકામ રહે.વિંઝરાણા ગામ વાડિ વિસ્તાર,  કરશનભાઇ ગીગાભાઇ ઓડેદરા ધંધો.ખેતીકામ રહે.કાટવાણા ગામ વાડી વિસ્તાર, દેવાભાઇ ભીમાભાઇ મોઢવાડીયા ધંધો.ખેતીકામ રહે,ખીસ્ત્રી ગામ વાડી  તથા અરજનભાઇ કાંધાભાઇ મોઢવાડીયા ધંધો.નિવૃત્ત રહે. વિંઝરાણા ગામ વાડી વિસ્તાર વાળાઓ  પાના તથા રોકડ રૂ. ૫૯૪૦/ના મુદામાલ સાથે ઝડપાતા જુગારધારાનો ગુન્હો શોધી કાઢતા આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસસ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી ઇ/ચા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા એ.એસ.આઇ બી.કે.ઝાલા તથા પોલીસ કોન્સ. ચંન્દ્રેશકુમાર સોલંકી તથા લોકરક્ષક સતીષભાઇ સોલંકી, વિપુલભાઇ અરજનભાઇ વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલ છે.

(11:53 am IST)