Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પોરબંદર મુસ્લીમ સમાજના પ્રશ્નો ઉકેલવા ખાતરી

પોરબંદર : મુસ્લિમ અગ્રણીઓએ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની મુલાકાત લઇ મુસ્લિમ વિસ્તારના વિવિધ પ્રશ્નો વિષે રજૂઆત કરી ધારાસભ્ય બાબુભાઇએ મુસ્લિમ આગેવાનોને તેમના વિસ્તારના દરેક પ્રશ્નો પુર્ણ કરવા ખાતરી આપી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાને મુસ્લિમ સમાજના વિવિધ અગ્રણીઓ પોરબંદર જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ સંઘાર, મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઇ નુરી, હાજી હનીફભાઇ ઐબાણી (અલ) ની આગેવાની હેઠળ ૧૦૦ થી વધુ મુસ્લિમ અગ્રણીઓ મેમણવાડ, ખત્રીવાડ, જમાદાર ફળીયા, વિરડી પ્લોટ, ખાડી કાંઠા, સહિતના અનેક મુસ્લિમ વિસ્તારોના રોડ - રસ્તા, પાણીની પાઇપલાઇનો અને અન્ય કામો અટકેલા હોય તે અંગે રજૂઆત કરેલ. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સાથે થયેલ આ મુલાકાત ઉષ્માસભર બની રહેલ. રજૂઆતમાં વિવિધ જમાતો અને સંસ્થાઓના મુસ્લિમ અગ્રણીઓએ વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં રોડ - રસ્તાઓના કાર્યોને અગ્રતા આપવાની પણ મહત્વપૂર્ણ રજૂઆત કરેલ, મુસ્લિમ અગ્રણીઓની તમામ રજૂઆતોનો ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા પ્રત્યુતર આપી મુસ્લિમ વિસ્તારના દરેક કાર્યો પુર્ણ કરવા ખાત્રી આપેલ. તે તસ્વીર.

(11:53 am IST)