Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાકાળના કારણે તળાજાની આરાધ્યા સ્કુલ દ્વારા આ વર્ષે પણ ૬ મહિનાની ૧૭ લાખની ફી માફી

ભાવનગર તા. ૨૫ : શિક્ષણ એ વ્યવસાય નહિ સેવા પણ છે. વાલી ઓની આર્થિક મુશ્કેલી વચ્ચે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ શાળાના સંચાલક અને જિલ્લા યુવા ભાજપના મંત્રી શ્રી વૈભવ જોષી એ ધો.૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓની છ માસિક કુલ ૧૭ લાખ રૂપિયાની ફી માફી પ્રેરણાદાયક પગલું ભર્યું છે જેથી વાલીઓમાં રાહત થઈ છે.

આ અંગે શાળા સંચાલન જણાવ્યું છે કે હાલ શાળા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ કોઈ પણ પ્રકારની ફી વિના અપાઇ રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સર્વાંગી હિતને ધ્યાનમાં લઇ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલ છે શાળાએ ગત વર્ષ પણ રૂપિયા ૧૬ લાખ જેટલી ફી માફ કરી હોવાનું જણાવ્યું છે કોરોનાના સમયમાં વેપાર ધંધા રોજગાર વ્યાપક અસર થઇ છે ત્યારે ફી માફીનો આ નિર્ણય જાહેર કરી સમગ્ર સમાજ જીવનમાં માનવતાની મહેક પ્રસરાવી પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.

(11:51 am IST)