Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સૌરાષ્ટ્રમાં દાઉદી વ્હોરા સમાજમાં રસીકરણમાં વધારો થયો

જસદણઃ વ્હોરા સમાજમાં રસીકરણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે થોડાં સમય પહેલાં વેકસિન બાબતે વ્હોરા સમાજ નિરૂત્સાહ દાખવતો પણ આ બાબતે દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફરુંસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એ દરેક અનુયાયીઓને રસીકરણ કરાવી લેવાં માટેની અપીલ કરતાં વ્હોરા સમાજમાં રસીકરણમાં નોંધપાત્ર વધારો થયો છે (આમિલ) અને દરેક જમાતના આગેવાનો, હોદ્દેદારો, અને કાર્યકરો આ કાર્યમાં સક્રિયતા દર્શાવતા આગામી દિવસોમાં વ્હોરા સમાજમાં રસીકરણ સો ટકા થઇ જાય તો અચરજ પામવા જેવું નથી પ્રખર માનવતાવાદી તાજદાર ડો. સૈયદના સાહેબ પોતાની યુવાનીથી વિશ્વ લોકકલ્યાણના કામો કરી રહ્યાં છે તેથી સમાજમાં તેમનો પડયો બોલ ઝીલાય છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે તેમની અપીલને આદર આપી દાઉદી વ્હોરા સમાજના યુવાનો વડીલો સરકારની ગાઇડલાઇન મુજબ રસીકરણમાં ઉત્સાહ દાખવી રહ્યાં છે તે સમયસરનું પગલું છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(11:42 am IST)