Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામનગરમાં દારૂની ૧૧૧ બોટલ સાથે મહેન્દ્ર રાયઠઠ્ઠા ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૫ :. જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એલસીબીના ઈન્ચાર્જ પો. ઈન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઈ. આર.બી. ગોજીયા તથા પો.સ.ઈ. કે.કે. ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની પાછળ, માધવ બંગ્લોઝ સામે રહેતા આરોપી મહેન્દ્રભાઈ રતીલાલ રાયઠઠ્ઠાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૧૧૧ કિં. રૂ. ૩૫,૭૯૫ તથા એક મોબાઈલ ફોન કિં. રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૩૬,૨૯૫ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂદ્ધ પો. કોન્સ. યોગરાજસિંહ રાણાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઈ. બી.એમ. દેવમુરારીએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપીને દારૂ સપ્લાય કરનાર રાજભા દરબાર રહે. ધાનેરા બનાસકાંઠાવાળાની તપાસ ચાલુ છે.

આ કાર્યવાહી ઈન્ચાર્જ પો. ઈન્સ. એસ.એસ. નિનામાની સૂચનાથી પો.સ.ઈ. આર.બી. ગોજીયા, પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહીલ, એલ.સી.બી. સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડીયા, ફીરોજભાઈ દલ, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(10:14 am IST)