Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાકાળમાં ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફના ૨૩૧ જણાએ ખડેપગે રહી દર્દીઓની રાખી સારસંભાળ

પરિવારના સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હોવા છતાંયે જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલમાં નિષ્ઠાપૂર્વક બજાવી ફરજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : કોઈ પણ હોસ્પિટલના ધ્યેય માટે ત્રણ માનવીય સ્ત્રોતનું ખૂબ જ મહત્વ હોય છે. ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફ જાણીતા ચહેરા છે.પરંતુ પ્રશંસાની પરવાહ કર્યા વિના સતત કાર્ય કરતા હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફની હોસ્પિટલમાં ભૂમિકા અનોખી હોય છે. હોસ્પિટલમાં તમામ સ્તરે આરોગ્યની જાળવણી માટે વિવિધ પ્રકારની સફાઈ શુધ્ધિ અને દર્દીની સંભાળ(પેશન્ટ કેર) રાખતા ખરા અર્થમાં તેઓ આરોગ્યની પ્રથમ હરોળના સુરક્ષાકર્મીઓ છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં આવા ૨૩૧ શિસ્તબધ્ધ સૈનિકો કરજ બજાવે છે.

જી.કે. જનરલ હોસ્પિટલમાં સોડેકસો અંતર્ગત આ વિભાગ સંભાળતા કિ-અકાઉન્ટ મેનેજર કૃણાલ શાલીને જણાવ્યુ હતુ કે, હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફ હોસ્પિટલની સાફ-સફાઈ તો કરે જ છે. પરંતુ, કોરોનાકાળમાં તેમનું યોગદાન સરાહનીય હતું. આવા દર્દીની સારસંભાળની સાથે કૌરોનાથી મૃત્યુ પામનાર દર્દીને ચોકકસ કિટ પહેરાવી સબંધીને સુપરત કરવા લઈને તેમના અંતિમ સંસ્કાર સુધી સાથે રહી રે પ્રદાન કર્યું છે. તેની નોંધ લેવાઇ કોરોનાના દર્દીઓની તમામ પ્રકારની સેવા કરી તમામ ૨૩૧ પેશન્ટ કેર કોરોનામાં સપડાયા હતા જેવા કોરોનામાંથી મુકત થતા ગયા તેમ પુનઃ ફરજ પર લાગી ગયા. કોરોનાના દર્દીની સંભાળ, સહિત દરેક તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. જો કે, સફાઈ માટે તેમને તાલીમબધ્ધ કરવામાં આવે છે.

કોરોના ઉપરાંત તેઓ અગત્યનું ઇન્ફેકશન કંટ્રોલનું પણ સંભાળે છે. (ચેપ ફેલાતી અટકાવવો) હોસ્પિટલમાં ચેપ માટે સંવેદનશીલ ગણાતા ભાગોનું ફયુમિઝેશન તો કરે જ છે. પરંતુ, દર્દીનું લોહી, યુરીન, ઝાડા-ઉલ્ટી, વિગેરે પથારી કે ફર્શ ઉપર પડી જાય અને કોઈને ચેપ ન લાગે એ માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સફાઇ પણ કરે છે. સાથે બાયોમેડિકલ વેસ્ટના સાધનોને ચોક્કસ જગ્યાએ તેના નિકાલ માટે રાખવાની કામગીરી પણ તેઓ કરતાં હોય છે. તેવું સિનિયર એકિઝકયુટિવ નિશ્ચંત જોશી અને વિશાલ શાહે જણાવ્યુ હતું.

આ ઉપરાંત સિનિયર એકિઝકયુટિવ કિશોર ચુડાસમા અને જુનીયર એકિઝકયુટિવ કરણ ભટ્ટના જણાવ્યા મુજબ હોસ્પિટલની સાફ-સફાઈ તો રોજીંદી પ્રક્રિયા છે. સાથે-સાથે રૂટિન કામમાં દર્દીને નક્કી કરેલી વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં લઈ આવવા- ટેસ્ટ માટે લઈ જવા, દર્દીને કપડા બદલવા, ખાવાનું આપવું, નર્સની સૂચના મુજબ દર્દીને દવા આપવી એ બધુ તેઓ સંભાળે છે. અરે કેટલાક તો દર્દીને નવડાવે પણ છે. આમ, તેઓ સાચા અર્થમાં આરોગ્યના શિસ્તબધ્ધ સૈનિકો છે

રોજેરોજ આ હાઉસકીપીંગ કમાંડોને શિસ્તબધ્ધ કર્મીની અદાથી તેમના અધિકારીઓ દ્વારા વારાફરતી વોર્ડ અને ચોક્કસ સ્થળ પર સુપરત કરવામાં આવે છે. દરમિયાન કોઈ દર્દીની ફરિયાદ હોય કે કયાંક કોઇની ભૂલ થઈ હોય તો તેનું સામૂહિક ધોરણે નિરાકરણ પણ શોધવામાં આવે છે.

(11:50 am IST)