Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જામનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વધુ ૬ને કોરોના : કુલ કેસ ૧૭૨

મહામારીનું સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કે પહોંચ્યુ હોવાની શકયતા

જામનગર તા. ૨૫ : જામનગર જિલ્લામાં આજે વધુ ૬ કોરોના કેસ સાથે કુલ પોઝીટીવ કેસ ૧૭૨ થયા છે. જેમાં ધ્રોલના ૫૦ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કોરોના કહેરનો જામનગરમાં તરખાટ વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ જિલ્લા પંચાયત કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સંપર્કમાં આવેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોરોનાની ઝપેટમાં આવતા જિલ્લા પંચાયત કચેરીમાં વ્યાપી ચિંતા વધી રહી છે.

જામનગરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થવા લાગી છે. જેને લઈને તંત્ર તેમજ લોકોમાં જણાઇ રહ્યો છે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આજે બપોરે જામનગર જિલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં (૧) ૬૫ વર્ષીય  સ્ત્રી, પટેલ પાર્ક, સાંઈબાબા મંદિર પાસે (૨) ૪૭ વર્ષીય  સ્ત્રી શેરી નં. ૭, વસંત વાટિકા, રણજીતનગર રોડ, (૩) ૫૨ વર્ષીય  સ્ત્રી, રામેશ્વરનગર, નુતન નગર કુટીર ચામુંડા પાન સામે(૪) ૪૧ વર્ષીય પુરુષ, નારાયણ નગર ગુલાબ નગર અને (૫) ૩૩ વર્ષીય પુરુષઙ્ગ ગાયત્રીનગર બેડેશ્વર જામનગર વિસ્તારના છે.

દરમિયાન જામનગર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કોરોનાનું સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કે હોવાની શકયતા વર્તાઇ રહી છે.(૨૧.૩૧)

(3:32 pm IST)