Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાત્રે ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ એક જ દિવસમાં કુલ છ કેસ નોંધાતા લોકોમાં ફફડાટઃ કુલ કેસ ૨૦૮

જવેલ્સ સર્કલ મફતનગરમાં રહેતા મહિલા અને અગાઉ પોઝિટિવ આવેલ પિતાના એક વર્ષના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે આજે સવારે અને બપોરે બે બે કેસ આવ્યા બાદ રાત્રે વધુ બે કેસ પોઝિટિવ આવતા આજે એક જ દિવસમાં કુલ છ કેસ પોઝિટિવ આવતા કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ૨૦૮ થયો છે આજે રાત્રે શહેરના જવેલ્સ સર્કલ મફતનગરમાં રહેતા વિલાસબેન દિનેશભાઇ જાદવ (ઉ.વ.૩૮)નો તેમજ અગાઉ પોઝિટિવ આવેલ પિતાનો એક વર્ષનો પુત્ર શૌર્ય કમલેશભાઈ હાડેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે આજે ભાવનગરમાં કુલ છ પોઝિટિવ કેસ નોંધાયા છે.

(11:37 am IST)