Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમરેલી અને સાવરકુંડલામાં અનરાધાર:વાશીયાળીમાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર :મહિલા તણાઈ

વાશીયાલી નદીમાં પુરમાં બળદગાડું તણાયું :શોભાના ઠુમ્મર નામની મહિલા તણાઈ :અધિકારીઓ પહોંચ્યા

અમરેલીઃ રાજ્યમાં વિવિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે  છેલ્લા બે દિવસથી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે.અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી-સાવરકુંડલાના વાશીયાળીમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં એક મહિલા તણાઇ હતી મહિલાની શોધખોળ ચાલી રહી છે.

   મળતી વિગત મુજબ અમરેલી -સાવરકુંડલામાંવહેલી સવારથી ચાલુ થયેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા હતા.ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

  અમરેલીના વાશીયાળીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. આ નદીમાં એક બળદગાડુ તણાયું હતું  બળદ ગાડામાં એક દંપત્તિ સવાર હતું જેમાંથી 30 વર્ષિય શોભના ભાવેશ ઠુમ્મર નામની મહિલા તણાઇ છે. બળદગાડા સાથે તણાયેલી મહિલાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મામલતદાર, ટીડીઓ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે.

(7:43 pm IST)