Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રૂ.૧૦ના સિક્કા સ્વીકારવાની ના પાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે

દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાનુ ફરમાન

દ્વારકા તા.રપ : કયારેક એવું સામે આવતું હોય છે કે કોઇ ચીજવસ્તુઓ ખરીદ કર્યા બાદ ગ્રાહક જો દસ રૂપિયાનો સિક્કો આપે તે સામે વાળો વેપારી કે જે-તે તે સ્વીકારવાની ના પાડી દે છે, આવી ફરિયાદો દેવભૂમિ જિલ્લામાં પણ સામે આવતા દેવભૂમિ દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં જો કોઇ વેપારી ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય કોઇ રૂ.૧૦નો ચલણી સિકકો તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં ચલણમાં રહેલ કોઇપણ ચલણી સિકકા કે નોટ સ્વીકારે નહી તો દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીમાં નામજોગ ફરીયાદ કરી શકાશે જે વેપારી, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય સામે ફરીયાદ મળશે તેની સામે ફોજદારી કાર્યવાહી થશે. એમ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું છ.ે

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રૂ.૧૦નો ચલણી સિક્કો વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા સ્વીકારતા નહી હોવાની વ્યાપક ફરીયાદ બેંકોની ત્રિમાસીક બેઠકમાં બેંકો દ્વારા કલેકટરને કરવામાં આવેલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ રૂ. ૧૦નો ચલણી સિકકો અમાન્ય કર્યા હોવાની જાહેરાત કરી ન હોવા છતા વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા પોતાની મનમાની કરી રૂ. ૧૦ નો ચલણી સિક્કો સ્વીકારવા કરે છે. ખાસ કરીને પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા તેમજ હોલસેલના વેપારીઓ રૂ. ૧૦નો ચલણી સિકકો સ્વીરકારતા  જ નથી વેપારીઓ જાણી જોઇને સમાજમાં ગેરસમજ ઉભી કરે છે, જેને કારણે જીલ્લાના તમામ લોકો રૂ.૧૦નો ચલણી સિક્કો બેંકોમાં જમા કરાવી દે છે., અને બેંકોમાંથી પરત સ્વીકારતા નથી.

આમ તમામ રૂ. ૧૦ના ચલણી સિકકાનો બેંકોમાં ભરાવો થાય છે. આથી આવા વેપારીઓ સામે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી બેંકોની જિલ્લાની ત્રિમાસિક  બેઠકમાં બેંકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવેલ જેના અનુસંધાને કલકેટરએ રૂ.૧૦ નો ચલણી સિકકો તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા હાલમાં ચલણમાં રહેલ કોઇપણ ચલણી સિકકા કે નોટ સ્વીકારે નહી તેવા તમામ વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય કોઇપણ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી  છે.

(3:39 pm IST)