Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સદ્દગુરૂ અને સંતો-મહંતોની પાવન ભૂમિનો સ્પર્શ, મનને શાંત અને હૃદયને પવિત્ર બનાવનારો રહ્યોઃ પૂ. પારસમુનિ

બગસરા, જેતપુર, પાટણવાવ, વેરાવળ, માંગરોળ, ગોંડલ, દીવ, ગોમટા, પોરબંદર, જામખંભાળીયા સહિતના સૌરાષ્ટ્રના સ્થળોની ર્સ્પશના કરી : તા.૩૦ને રવિવારે ગોંડલ ખાતે ચાતુર્માસ કલ્પ અર્થે પધરામણી

રાજકોટ તા. રપ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી, જગદીશમૂનિ મા.સા. ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા.વિહાર યાત્રામાં અવિરત આગળ વધતા ગુરૂપ્રાણની દીક્ષા અને સ્વર્ગારોહણ ભૂમિ બગસરા, તેમજ તપસ્વી ગરૂદેવ, પૂ. માણેકચંદજી મ.સા.ની જન્મ ભૂમિ અને દીક્ષા, સ્વગોરોહણ ભૂમિ જેતપુર, સાધનાભૂમિ બિલખા ઉપાશ્રય, પાટણવાવનો ઓસમડુંગર જયાં ગુરૂદેવ એક મહિનો ડુંગર પર સાધના કરી હતી.

તેમજ ગુરૂપ્રાણની જન્મભૂમિ વેરાવળ, દાદાડુંગર ગુરૂની જન્મ ભુમિ માંગરોળ, દીક્ષા ભૂમિદીવ, સ્વર્ગારોહણભૂમિ ગોંડલ. ગાદીપતિ ગુરૂદેવ ગિરીશમુનિ મ.સા.ની જન્મભૂમિ ગોમટા, દ્વિતીય આચાર્ય ભીમજીસ્વામી અને ચતુર્થ આચાર્ય જેસંગજી સ્વામીની અંતિમ આરાધાના અનશનવ્રત કરી સ્વર્ગારોહણ પામ્યા તે પાવન ભૂમિ પોરબંદર.

મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ જગદીશમુનિ મ.સા.નુ વતન જામખંભાળીયા, તપસમ્રાટ, પૂ. રતિલાલજી મ.સા.ની જન્મ ભૂમિ વાવડી, સાધના ભૂમિ વડીયા તથા તેમના બાળમિત્ર અને સાધનામિત્ર પૂ. કરસનદાસબાપુ પરબવાવડી, ધ્યાનસાધક પૂ. હસમુખમુનિ. સા.ની જન્મભૂમિ બગસરા પ્ર.પિયુષ મુનિ. મ.સાની ધારી, પૂ. જનકમુનિ મ.સા. પૂ. મનોહરમુનિ મ.સા., પૂ.પ્રસનનમુનિ મ.સા.નું વનત જુનાગઢની ર્સ્પશના કરી.

ઉપરાંત પૂ. ધનકુંવરબાઇ મ.સ.ની જન્મભૂમિ ચેલા, સાધના અને સ્વર્ગરોહણ ભૂમિ જામનગર, પૂ. દેવરાજી મ.સ.ાની સ્વર્ગારોહણ ભૂમિ ધ્રોલ, વગેરે ક્ષેત્રોની પાવન સ્પર્શના કરી પૂ. ગુરૂદેવ તા.૩૦ ના સવારે ૯ કલાકે ગોંડલ નવાગઢ સ્થા.જૈનસંઘ, દાદાડુંગર ગુરૂગાદી ઉપાશ્રય, નાનીબજાર-ગોંડલમાં ચાતુર્માસ કલ્પ સાધના અર્થે પધારશો.

(1:24 pm IST)