Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જુનાગઢ ધંધુસર સીમમાંથી રૂ.૨૨૨૦ વિદેશી દારૂ ઝડપાયો

જુનાગઢઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી.ત્રિવેદી સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને ધરમુળમાંથી નાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જેથી આ કામે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ સતત જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા.પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.કો. ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા વિપુલસિંહ રાઠોડ તથા કનકસિંહ ગોહિલને સંયુકતમાં ખાનગીરાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ધંધુસર ગામનો હરમી ઉર્ફે હમીરો મેણંદભાઇ પુળીયાસીયાએ પોતાના આર્થીક ફાયદા સારૂ બહારના રાજયમાંથી મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી આ દારૂનો જથ્થો ધંધુસર ગામની વલાતીયુ સીમમાં ખોડીયાર મંદિરથી આગળ વાડીમાં રહેતા જેતા થાપલીયાની વાડીએ આવેલ રહેણાંક મકાનની પાછળ ઓરડીમાં છુપાવેલ છે. જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા હમીર ઉર્ફે હમીરો મેણંદભાઇ મુળીયાસીયા તથા જેતા થાપલીયા રહે. બન્ને ધંધુસરવાળાઓ હાજર મળી આવેલ નહિ. અને હકિકતવાળી ઓરડીમાંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૨૦ પેડી નંગ-૧૮૫ કુલ કિ.૯,૧૬,૮૦૦નો મળી આવતા ઉપરોકત બન્ને ઇસમો વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિ ધારા હેઠળ ધોરણસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ.ના ઇન્ચા. પો.ઇન્સ.આર.કે.ગોહીલ તથા પો.સ.ઇ. એન.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ, એસ.એચ.ગઢવી, પો.હે.કો. એચ.વી.પરમાર, આર.પી.મેધનાથી, પો.કો. ઇન્દ્રજીતસિંહ રણવિરસિંહ, વિપુલસિંહ કિરણસિંહ, કનકસિંહ રેવતુભા ગોહિલ, પ્રવિણભાઇ રાણીંગભાઇ, જીતેષભાઇ હાજાભાઇ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ ડાયાભાઇ કાનાભાઇ, સાહીલભાઇ સમા, જગદીશભાઇ વિરમભાઇ ભાટુ, મહીલા પો.કો. કિર્તીબેન અરજણભાઇ તથા પો.અધિ. સા.જુનાગઢના પ્રોહી,જુગાર સ્કોડના ધર્મેશભાઇ સુરસીભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:23 pm IST)
  • આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે : આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ જશે access_time 3:28 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST