Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વંથલીનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયોઃ યોગા સ્પર્ધામાં ગોલ્ડમેડલ

જુલાઇમાં બાંગ્લાદેશમાં યોજાનાર આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધીત્વ કરશે

જુનાગઢ તા. રપ :.. વંથલીમાં જી. એલ. સોલંકી પ્રાયમરી સ્કુલમાં અભ્યાસ કરતા વાજા શાહનવાઝ દાઉદભાઇ ધો. ૮ માં અભ્યાસ કરે છે સામાન્ય પરિવારમાંથી આવતા તેના પિતા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે નાનપણથી જ યોગામાં રૂચિ ધરાવનાર શાહનવાઝને પરિવાર તરફથી પુરતો સહયોગ મળ્યો છે. શાળાના શિક્ષક વિપુલભાઇ સોલંકીએ પણ આ બળકની પ્રતિભા પારખી જઇ યોગા શીખવવામાં પુરતી મહેનત કરી હતી. ત્યારે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લેવલની એનસીઇઆરટી ઓલિમ્પિયાડ સ્પર્ધામાં  પ્રથમ  સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યુ છે આ અગાઉ પણ તે રાષ્ટ્રીય લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂકયો છે. આગામી તા. ર૧ જૂલાઇના બાંગ્લાદેશ ખાતે યોજાનાર યોગની સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનીધીત્વ કરી ગુજરાત તેમજ વંથલી શહેરને ગૌરવ અપાવશે. ત્યારે આ બાળક પર વંથલી શહેરના લોકો દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(1:22 pm IST)