Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જુનાગઢમાં કમિશ્નર સુમેરા દ્વારા જાતે દંડનીય કાર્યવાહીઃ સવારે પાંચ કિ.મી. વોર્ડની પદયાત્રા

વધુ ચાર કર્મચારી અને ગાર્બેજ કલેકશન કંપનીને પણ નોટીસ

જુનાગઢ તા.રપ : જુનાગઢ મહાનગરને સ્વચ્છ બનાવવા માટે કમિશ્નરશ્રી તુષાર સુમરાએ જાહેરમાં કચરો ગંદકી ફેકતા લોકો સામે જાણે દંડનીય કાર્યવાહી શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે.

આજે સવારે ૭ના ટકોરે શ્રી સુમેરાએ સફાઇ કામગીરીના જાત નિરીક્ષણ માટે શહેરમાં વોર્ડ નં. ૧રની ઓચિંતી મુલાકાત લીધી હતી અને પાંચ કિ.મી. જેટલા  વિસ્તારની પદયાત્રા કરીને સફાઇ કામગીરી અંગે સુચના આપી હતી. કમિશ્નર શ્રી સુમેરાએ આજની સરપ્રાઇઝ  વિઝીટ દરમિયાન બે દુકાન માલિકોને તેમની દુકાન આસપાસ કચરો અને ગદકીના ખડકાયેલા ગંજ સબબ બંને દુકાનદારો અને પાછળ બીડીબી દુકાનોને દંડ  ફટકારી સ્થળ પર જ વસુલાત કરી હતી.

આજે વોર્ડ નં.૧રની મુલાકાત દરમિયાન ગંદકી અને કચરો નજરે પડતા કમિશ્રર શ્રી તુષાર સુમરા સમસમી ગયા હતા.

કમિશ્નરશ્રી સુમેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, મહાનગર જુનાગઢને સ્વચ્છ અને સુઘડ રાખવુ જેના માટે કોઇપણ કાર્યવાહી કરતા અચકાશું નહી.

શ્રી સુમરાએ વધુમાં ગઇકાલે ગિરનાર દરવાજા વિસ્તારની મુલાકાત દરમિયાન ચાર કર્મચારીને નોટીસ ફટકારી હતી.(પ૩.૭)

(1:22 pm IST)