Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જામનગર જિલ્લાને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કૃતનિશ્ચયી છે

જામનગર તા.રપ : કલેકટર કચેરી ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જી. જી. હોસ્પિટલ અને મેડીકલ કોલેજના પ્રશ્નોના નિવારણ અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી નાની નાની બાબતોને ધ્યાને લઇ આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના તંત્રની વ્યવસ્થામાં સુધારો આવે તે માટે સુચનો કર્યા હતા. તેમજ આરોગ્યની વધુ ગુણવતાલક્ષી સુવિધાઓ માટે સરકાર કક્ષાએ પણ રજુઆત કરીને જે કંઇ પણ મંજુરી મેળવવાની હોય તે તાત્કાલીક ધોરણે મેળવવા માટે પણ મંત્રીશ્રીએ રજુઆતો કરવાની તત્પરતા દાખવી હતી. હોસ્પિટલમાં સુચારૂરુપે વ્યવસ્થાનું નિર્માણ થાય ટુંક સમયાં અંદરની હોસ્પિટલ નાની નાની સમસ્યાઓનું નિવારણ થાય તે માટે તેમણે નેમ લીધી હતી અને સમયાંતરે તેમની સમીક્ષા કરવા માટે તેઓ કૃતનિશ્ચયી બન્યા હતા. મંત્રીશ્રીએ ખુબ રસ લઇ અને તંત્રની સાથે રહી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રી હોસ્પિટલના તંત્રની અને તેની અંદર આવતા સર્વે સામાન્ય જીવનના દર્દીઓને વ્યવસ્થીત સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તેમને જે કંઇ નાની મોટી સમસ્યાઓ પડતી હોય કે જે કંઇ આવશ્યકતા હોય તે માટે તેઓશ્રીએ સરકાર કક્ષાએથી આવશ્યક આરોગ્યલક્ષી બધી જરૂરીયાતો પુરી પાડવા માટેની તત્પરતા દાખવી હતી.

(1:21 pm IST)