Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો 'મેન્સ્ત્રુંઅલ હાઇજીન અવેરનેસ' (માસિક સ્વચ્છતા જાગૃતિ) વર્કશોપ અને નિશુલ્ક સેનેટરી નેપકીન વિતરણ

જામનગર, તા. રપ : ૧૦૦૦૦ કિશોરીઓને સુરક્ષિત કરવાના ભાગરૂપે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'પ્રોટેકટ ગર્લ' મહા અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો 'મેન્સ્ત્રુંઅલ હાઇજીન અવેરનેસ' (માસિક સ્વચ્છતા જાગૃતિ) વર્કશોપ અને ૧૦૦ કિશોરીઓને સેનેટરી નેપકીનનુ નિશુલ્ક વિતરણ ૧ર મહિના સુધી દર મહીને તથા 'સેફ ગર્લ' વિષે ડેમોસ્ટ્રેસન એમ ત્રણ સ્તરનો ત્રિવેદી સંગમ રૂપે કાર્યક્રમ તા. રર જુના રોજ શનિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે પટેલ ભીમજી ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઇસ્કૂલ, કુમારિકા મંદિર વાળા રોડ, મોટી બાણુંગર ખાતે ધો. ૭-૮-૯-૧૦-૧૧-૧રની કિશોરીઓ માટે યોજાઇ ગયો.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. પટેલ ભીમજી ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કેશુભાઇ ઘેટીયા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ઉપસ્થિત મહેમાન હિતેષ પંડયા, ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, કિરણબેન ભેંસદડીયા, સરપંચ મોટી બાણુગર, ડો. ધવલ કાલાવડીયા, ચંદાબેન રાવલ, સોનલબેન જોષી, કૃપા વાછાણી, સાનીકા જોષી, નિરમા યુનિવર્સિટી, ડો. પ્રનિલ શાહ, એમ.પી. શાહ મેડીકલ કોલેજ વગેરેનું ફોલ્ડર આપીને સ્વાગત કરવામાં આવેલ હતું.

મેડીકલ કોલેજના વિદ્યાર્થી પ્રનીલ શાહ અને નીરમા યુનિવર્સિટીના વોલીયન્ટીયર કૃપા વાચ્છાની તેમજ સાનિકા જોશી ઓડીયો વિઝયુઅલ પ્રદર્શનના માધ્યમથી માસિક ધર્મ વિજ્ઞાનની ખૂબજ ઉપયોગી માહિતી, માન્યતાઓ અને ગેર-માન્યતાઓ વગેરે તથા સેનેટરી પેડના ઉપયોગ વિષે ડેમોસ્ટ્રેશન ગર્લ્સ વિષે પત્રિકા દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે સેફ ગર્લ વિષે સાનિકા જોશી મોબાઇલ એપ થી માંડીને શારીરીક રીતે સુરક્ષિત થવાના વિવિધ પગલાઓ, પ્રવર્તમાન કાયદાઓ અને વિવિધ હેલ્પ લાઇન વિષે વિશેષ વાત કરીને બહેનોની સુરક્ષા વિષેના વિષયો આવરી લીધા હતાં.

અંતમાં સવાલ-જવાબના સેસન દ્વારા પ્રશ્નોતરીનો કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે. જેથી મુંઝવતા પ્રશ્નો વિષે સચોટ માહિતી પૂરી પાડી માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીને વૈજ્ઞાનિક સમજ કિશોરીઓમાં આરોપિત કરવાનો મુખ્ય ઉદેશ સરે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત ૧૦૦ કિશોરીઓને નિશુલ્ક સેનેટરી નેપકીનના પેકેટ આપવામાં આવેલા હતાં અને દર મહિને સેનેટરી નેપકીનના પેકેટ બાર મહીના સુધી આપવા માટે પણ વિવિધ દાતાઓનો સહકાર મળેલ હતો. જેમાં કેશુભાઇ ઘેટીયા, સરપંચશ્રી કિરણબેન ભેસદડીયા, ડો. ધવલ કાલાવડીયા, સોનલબેન જોશી, ચંદાબેન રાવલ તેમજ ગામના લોકોએ આર્થિક સહકાર જાહેર કરીને બાર મહિના સુધી સેનેટરી નેપકીન નિશુલ્ક આપવા માટે આગેવાની લઇને પ્રસંશનીય અને ઉદાહરણીય કાર્ય કરેલ હતું.

કાર્યક્રમ સફળ બનાવવા માટે મોટી બાણુંગર ખાતે આવેલ પટેલ ભીમજી ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઇસ્કૂલના આચાર્ય કેશુભાઇ ઘેટીયા, મેડીકલ કોલેજના પ્રનીલ શાહ અને નીરમા યુનિવર્સિટીના વોલીયન્ટીયર કૃપા વાચ્છાની તેમજ સાનિકા જોશીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કાજલ પંડયાનું માર્ગદર્શન સાંપડેલ હતું. આ કાર્યક્રમમાં કુલ ૧૩ર કિશોરીઓ અને બહેનો હાજર રહેલા હતા. વધુ વિગત તથા સહયોગ માટે કાજલ પંડયા, હિતેશ પંડયા ૭૪૦પ૭ ૭પ૭૮૭ /૯૮ર૪૦ ૦૮૪૪૪ નો સંપર્ક કરવો.

(1:20 pm IST)