Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સુરેન્દ્રનગર જિલ્લાની વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોએ પુર્નઃવસનની યોજનાનો લાભ લેવા અરજી કરવી

સુરેન્દ્રનગર, તા.૨પઃ- ગુજરાત સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૧૧/૬/૨૦૧૭થી વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુર્નઃવસન માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે સરકારશ્રીના બાકી લેણા અંગેની પતાવટ યોજના, ભરેલ વીજકર (ઈલેકટ્રીકસીટી ડયુટી)ની પરત ચુકવણી ત્રણથી પાંચ વર્ષના સમયગાળા માટે ૧૦૦, ૭૫ અને ૫૦ ટકા, વધારાના મુડી રોકાણ માટે પ્રોત્સાહન, સ્વઉપયોગ માટે પુર્નઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે મુડીરોકાણ પર પ્રોત્સાહન, રાજય સરકારશ્રીના અગાઉની પ્રોત્સાહન યોજના હેઠળ મંજુર વેચાણવેરાના લાભો વણવપરાયેલા રહેલ હોય તો તે વાપરવા, ઓપન એકસેસ મારફતે વીજળી પુરવઠાના લાભ માટે, આવા માંદા એકમો જો કોઈ નવા પ્રોમટર્સ/મેનેજમેન્ટ હસ્તગત કરે તો તેને પણ ઔદ્યોગિક એકમોના પુર્નઃવસનની યોજના હેઠળ લાભો/રાહતો મળવાપાત્ર છે.

માંદા ઔદ્યોગિક એકમો જે ઠરાવ હેઠળ પાત્રતા ધરાવતા હોઈ તેઓ ઠરાવની તારીખથી બે વર્ષ સુધીમાં અરજી કરી શકે છે. સુક્ષ્મ, લદ્યુ, મધ્યમ અધિનિયમ હેઠળ એકમો ઈએમ પાર્ટ-૨/ ઉદ્યોગ આધાર તથા મોટા એકમો એસઆઈએ રજીસ્ટ્રેશન અથવા કોઈપણ પરવાનો/સક્ષમ સત્ત્।ા દ્વારા નોંધાયેલ હોય, આગળના નાણાકીય વર્ષની તુલનાએ નેટવર્થમાં ૫૦ ટકા કરતા વધુ ઘસારો, ઓછામાં ઓછું બે વર્ષ ઉત્પાદનમાં રહેલ હોય, લાર્જ માંદા એકમો પાંચ વર્ષ સમાવિષ્ટ થયેલ હોવા જોઈએ. ઠરાવની તારીખથી વાયેબલ માંદા ઔદ્યોગિક એકમો યોજનાનો લાભ મેળવવા માટે બે વર્ષની સમય મર્યાદામાં તા.૧૦/૯/૨૦૧૯ સુધીમાં અરજી કરી શકે છે. વધુ માહિતી/વિગતો માટે વેબસાઈટ www.ic.gujarat.gov.in અથવા ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરી અથવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગર સંપર્ક કરવા જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.

સાયલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે અરજી કરવી

સુરેન્દ્રનગરઃ- મામલતદાર સાયલાની યાદીમાં જણાવ્યા પ્રમાણે સાયલા તાલુકાના શેખડોદ, કેસરપર, સામતપર, ઉમાપર અને નથુપુરા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, સાયલા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૩૦/૬/૨૦૧૯ સુધીમાં મામલતદાર કચેરી સાયલા ખાતે પરત કરવાના રહેશે.

(1:19 pm IST)