Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તઃ ભાજપે બાંયો ચડાવી

ચોટીલા તા.૨૫: ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખ સામે ટૂંકા ગાળામાં બીજી વખત અવિશ્વાસની દરખાસ્ત નવ સભ્યની સહી સાથે રજુ થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો છવાઈ ગયેલ છે.

ચોટીલા તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છેઙ્ગ ખોડાભાઈ ખોરાણી પ્રમુખ તરીકે છે છેલ્લા કેટલાક સમય થી તાલુકાના રાજકારણમાં ખેંચા ખેંચી અને તોડજોડની નીતિ અખત્યાર થઈ ગયેલ છે કેટલાક સભ્ય નું સભ્યપદ રદ થયેલ છે. બે બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાય ગયેલ છે.

રાજકીય આટીઘૂંટીમાં તાલુકાના વિકાસના કામો ટલ્લે ચડી રહયા છે ગત વર્ષનું આયોજન મંજુર નથી થયું ત્યારે આગામી ૨૦૧૯/૨૦ના આયોજનની બે બે બેઠક થવા છતાં કોંગ્રેસ ભાજપની ખેંચતાણ સર્જાતા પડી ભાંગેલ હતું

આયોજનમાં ભાગલા પાડો અને રાજ કરો ની સફળ નહીં નિવડતા ભાજપ અને અપક્ષ નવ સભ્ય મળી જીવણભાઈ મકવાનાની આગેવાનીમાં તાલુકા વિકાસ અધિકારી બીરેન પટેલ સમક્ષ તા.૨૧ જૂને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી ૧૫ દિવસમાં બેઠક બોલાવવાની માંગણી રજુ કરતા રાજકીય ખળભળાટ મચેલ છે.

ચોટીલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ શાસિત પ્રમુખ હોદ્દા ઉપર હોવા છતાં લદ્યુમતીમાં મુકાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાયેલ છે આગામી દિવસોમાં અધિકારી દ્વારા દરખાસ્તને લઈને શુ નિર્ણય લેવામાં આવે છે તે તરફ સૌની મીટ મંડાયેલ છે.

(1:19 pm IST)