Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાણાવાવ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખપદે નિકિતાબેન ટેવાણીની વરણી

મહામંત્રીપદે ભારતીબેન જાની અને ઉપપ્રમુખ પદે કૈલાસબેન રાવલ

રાણાવાવ, તા., ર૪: સમસ્ત બ્રહ્મસમાજની પુનઃ રચના થયેલ છે. મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે મહિલા આગેવાન કુમારી નિકિતાબેન ટેવાણી તેમજ મહામંત્રી તરીકે ભારતીબેન જાની ઉપપ્રમુખ કૈલાસબેન રાવલ, ખજાનચી હીનાબેન ઘરદેવ સહમંત્રી મનીષાબેન જોષી સંગઠનમંત્રી મીનાબેન જી.જોષી તથા કારોબારી સભ્ય તરીકે નિશાબેન ભટ્ટ, ભાવનાબેન બાપોદરા, રતનબેન છેલવડા, ભારતીબેન ઘરદેવ, કોકીલાબેન જાની, મંછાબેન જાની, પ્રફુલાબેન મહેતા, શારદાબેન જાની, હેતલબેન ત્રિવેદી, દિવ્યાબેન બાપોદરાની નિયુકત કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર તથા મહામંત્રી રાજેશ્રી બેન આચાર્ય સહીતે ઉપસ્થિત રહી નવયુકત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(1:18 pm IST)